અંતે આ આર્થિક માર પ્રજાના ખિસ્સા પર જ પડશે: બેડ લોનનો આંકડો માર્ચ ૨૦૧૫માં ૩૫૩૬ કરોડ રૂપિયા હતો તે વધીને ૩૧ માર્ચ ૨૦૧૭માં લોક ૫૧૯૨ કરોડ થયો: લોકસભામાં અપાઇ માહિતી
હવે ભણતર બન્યું ‘ભાર’વાળું….?!! કેમ કે એજયુકેશન લોનની નાદારીમાં ૪૭ ટકા નો વધારો થયો છે.
સંસદમાં ચાલુ શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવેલી વિગતો અનુસાર માર્ચ-૨૦૧૫ થી માર્ચ-૨૦૧૭ દરમિયાન એજયુકેશન લોન લઇને પરત બેંકોને આપવામાં અસમર્થ એવા નાદાર કે ડીફલલ્ટર્સ પક્ષકારોની ટકાવારી ૪૭ ટકા નોંધાઇ છે. આ ટકાવારી એટલે લગભગ અડધો અડધ એજયુકેશન લોન ડીફોલ્ટર્સ થયા જે ખૂબ જ ઉંચી કહેવાય.
શુક્રવારે કેન્દ્રીય નાણા મંત્રાલયે લોકસભામાં ઉ૫રોકત મામલે માહીતી આપી હતી. જેમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે – માર્ચ-૨૦૧૫ના રોજ એજયુકેશન લોન ડીફોલ્ટર્સની રકમનો આંકડો રૂપિયા ૩૫૩૬ કરોડ હતો જે ૩૧ માર્ચ ૨૦૧૭ ના રોજ વધીને ૫૧૯૨ કરોડ રૂપિયા થયો હતો. મતલબ કે તેમાં ૪૭ ટકા જેવો અધધ વધારો થયો છે.
હવે ૫૧૯૨ કરોડ રૂપિયા અને ૩૫૩૬ કરોડ રૂપિયાનો તફાવત જોઇએ તો ઘણો મોટો થાય. ર વર્ષમાં આટલો મોટો ઉછાળો એજયુકેશન લોન નાદારીમાં થયો તે ચિંતાની બાબત છે કેમ કે આફટરઓલ આ આર્થિક ભારકોની ઉપર પડશે ? સરકાર પર પડશે અને અંતે સરકાર વધારે કરવેરા લાદીને આંકડો સરભર કરવા પ્રયત્ન કરશે એટલે છેવટેનો આ ખોજ સામાન્ય નાગરીકના ખિસ્સાં પર જ પડવાનો છે.
એજયુકેશન લોન નાદારીને લગતી યાદીમાં યૂ.કો. બેંક અને ઇન્ડીયન બેંક ટોચ પર છે. આ તો એજયુકેશન લોન નાદારીની વાત છે અન્ય બેડ લોનનો આંકડો તો જુદો છે. તેમાં પી.એન.બી. (પંજાર નેશનલ બેંક) મોખરે છે. આશ્ચર્યની વાત છે કે બેક લોનની ટકાવારી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન માત્ર૩.૪ ટકા નો વધારો થયો હતો જે કદાચ રાહપરુપ હતો. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં આ આંકડો ૫.૬ ટકા હતો.
આમ થવાનું કારણ જાણકારો એવું જણાવે છે કે અમુક કેસમાં એજયુકેશન લોન લઇને સારી કોલેજમાં ભણેલા અને ટોચની કંપનીમાં નોકરી કરવા લાગેલા લોન ધારકો પણ હાથ ઉંચા કરી દે છે. મતલબ કે નાદારી નોંધાવી દે છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતી કહેવત ‘દૂધ નો દાજયો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’તેમ ફોરેન એજયુકેશન લોનના મામલામાં બેંકો હવે ખુબ જ ઊંડાણપૂર્વક ચકાસણી બાદ જ લોન આપે છે. તેઓ તો વિઘાર્થીની ઉમર થોડી વધારે કે આગળ પાછળ હોય તો પણ લોન આપતા નથી. ડીપ્લોમાં કે અન્ડર ગે્રજયુએટ કોર્ષ માટે પણ લોન આપતા નથી.