શિક્ષણ માનવ સભ્યતા સંસ્કૃતિ અને ઘડતરનો મહાયજ્ઞ તરીકે સમાજમાં સન્માન ભાવ ધરાવે છે ત્યારે વર્તમાન કોરો Lockdown ની પરિસ્થિતિ માં શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓ વચ્ચે શૈક્ષણિક ની ચુકવણી અને ઉઘરાણી નો વિષય અને ત્રણ ખેંચનો મુદ્દો બની ગયો છે વાલીઓનું કહેવાનું છે કે શાળાઓ બંધ છે ત્યારે ફી કેમ ચૂકવવી? શાળા સંચાલકો સંસ્થા ના મેન્ટેનન્સ અને શૈક્ષણિક કર્મચારીઓના પગાર માટે ફી જરૂરી હોવાનું જણાવી રહ્યા છીએ આ મુદ્દે ગઈકાલે શિક્ષણ મંત્રીની દરમિયાનગીરીથી વાલીઓ માટે ૨૫ ટકા ની રાહત નો વચલો રસ્તો સૂચવવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે એક પ્રશ્ન જરૂર થી ઉભો થાય કે શિક્ષણ એ માનવ સંસ્કારનું યજ્ઞ છે એને વ્યવસાયિક રૂપ કે કમાણીનું સાધન તરીકે ભૂલી ન શકાય બાળ કેળવણી અત્યારે દરેક પરિવાર માટે આવશ્યક બની છે લોકો સારા શિક્ષણ માટે પૈસા ખરચતા થયા છે સામે પક્ષે ક્ષણિક સંસ્થાઓ પણ વાલીઓની માંગ મુજબ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સારી ફેકલ્ટી અને નિષ્ણાંત શિક્ષકો અદ્યતન સુવિધા સાથે શૈક્ષણિક સંકુલો ચલાવતા થયા છે શિક્ષણ પાછળ ખર્ચ કરવો દરેકને વ્યાજબી લાગે છે અને ખરેખર વ્યાજબી જ ગણાય શિક્ષણ પાછળ કરેલો ખર્ચ ક્યારેય ગેરવલ્લે થતો નથી ગોળ નાખો એટલું મીઠું થાય આ કહેવત શિક્ષણમાં દરેક વર્ગ માટે સ્વીકાર્ય બની છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી સંસ્થાઓ કે જ્યાં સંતાનોને ભણાવવામાં આવે છે તેવી સંસ્થાઓ અત્યારની પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે તેવા સંજોગોમાં વાલીઓએ મોટું મન રાખી લે ફીની ઉચિત ચુકવણી ગુરુદક્ષિણા સમજીને કરી દેવી જોઈએ આ જ રીતે પોતાના શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના પારિવારિક સભ્યો ગણીને સંસ્થાના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને તેમના વાલીઓની આર્થિક પરિસ્થિતિ અને હંગામી આર્થિક કટોકટીને ધ્યાને લઇને ફીની ઉઘરાણીમાં જોર-જબરદસ્તી ન કરવી જોઈએ સ્કોલરશીપ ભરવાના ફોર્મ માં કે અન્ય જગ્યાએ જ્યાં ફીની રસીદ ની જરૂર પડે ત્યાં કેટલાક વાલીઓ ફી ન ભરી શકે તો તેમને પણ ફીની રસીદ આપવાની ઉદારતા દાખવી જોઈએ વાલીઓએ પણ એ વાતની સ્થિત ધ્યાને લેવી જોઈએ કે જો કોરો Lockdown ન થયું હોત તો નિયમિત ફી ભરવાની જ હતી તો પછી ફી નો ભરવાનુંવલણ શા માટે અપનાવવું જોઈએ Lockdown સમયગાળામાં ઘણી સંસ્થાઓએ નિષ્ણાત શિક્ષકો ના ઓનલાઇન શિક્ષણ આ ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે તાજેતરમાં જારી થયેલા એક સર્વેમાં મોટાભાગની સંસ્થાઓએ ૫૦% ઉપરનું કોર્સ ઓનલાઇન પુરુ કરાવી દીધું હતું આ સમયગાળામાં સંસ્થાઓ ચાલુ હોય ત્યારે આટલી ઝડપથી પોષ પૂરાં ન થયાં હોવાનું બહાર આવ્યું છેે ત્યારે Lockdown ની આ શૈક્ષણિક પ્રવૃત્તિ માં શાળાઓની સક્રિયતા અને મહેનતને ધ્યાનેે લેવી જોઈએ શિક્ષણને માનવ ઘડતરનું યજ્ઞ સમજીને તેને કમાણીનું સાધન ન સમજી ફી મુદ્દે ઊભા થયેલા વિવાદમાંં બંને પક્ષોએ શિક્ષણને કમાણીનું સાધન ગણવાના બદલે સંસ્કાર યજ્ઞ ગણવાની દ્રષ્ટિકોણ અપનાવવો પડશે ભણવાની ફી ની ચુકવણી વાલીઓ માટે ગુરુદક્ષિણા અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રસાદના રૂપમાં મૂલવવાની આપણી પ્રાચીન પરંપરા અનેે સમજ નો વિકાસ કરવામાંં આવેે તો ફીી ભરવી ન ભરવી નો વિવાદ ક્યારેેેય ઉભો ન થાય
Trending
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ