અબતક – રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ, વીરસાવરકર વિદ્યાલય, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય, સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, એકનાથ રાનડે વિદ્યાલય તેમજ મુરલીધર હાઇસ્કુલ સહિત છ હાઈસ્કૂલના કુલ 1067 વિદ્યાર્થીઓને આજે ગણવેશ (સ્કૂલ યુનિફોર્મ) વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યુ હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સર્વ શિક્ષણ અભિયાન દીકરી બચાઓ, દીકરી પઢાઓ, વાંચે ગુજરાત જેવા અનેક નિર્ણયો કરી શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન લાવેલ. સ્કુલના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને પોતાના સંતાન હોય તેવી રીતે મહેનત કરી ભણાવે છે ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીએ ધગસ રાખવી જોઈએ તો જ તેનું સારૂ પરિણામ મળે. શિક્ષણ ફક્ત નોકરી મેળવવા પૂરતું માર્યાદિત નથી પરંતુ તમામ ક્ષેત્રે સમાજિક અને રાષ્ટ્રના ધડતર માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. આજના સમયમાં બિઝનેસ કે કોઈપણ વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે.
કોર્પોરેશનની સ્કૂલો, હાઇસ્કુલોમાં સ્માર્ટ ક્લાસ, લેબોરેટરી, મેદાન, કોમ્પ્યુટર, શિષ્યવૃત્તિ, ગણવેશ વિગેરે સુવિધા આપવામાં આવે છે તે ત્યારે વિધાર્થીએ માતા-પિતાની અપેક્ષા પુરી કરવા વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરવી જોઈએ. રાજકોટ સ્વચ્છ રાજકોટ અને રળિયામણું રાજકોટ બંને તે માટે તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ જાગૃત બંને તેવી અપીલ કરેલ છે. શેઠ હાઇસ્કુલમાં મે અભ્યાસ કરેલ છે અને આજે સ્કુલમાં કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેવાની તક મળેલ છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિતે વધુ ફાળો એકત્રિત કરનાર વિદ્યાર્થી પિયુષ રોઘેલીયા તેમજ મનીષ ગોંડલીયાને મેયર દ્વારા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યુ હતું. અગાઉ નવરાત્રીના તહેવારો દરમ્યાન યોજાયેલ રાસોત્સવના વિજેતા વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતાં.
તમામ હાઇસ્કુલના 1067 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને રૂ.25 લાખના ખર્ચે સ્કૂલ યુનિફોર્મમાં બે જોડી જીન્સ, ટી-શર્ટ, બે જોડી મોંજા, એક જોડી બુટ તમેજ એક સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડે.કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, રાજકોટ શહેર ભાજપના મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, વોર્ડ નં.14 ભાજપના પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, આસી. મેનેજર એન. કે. રામાનુજ, તમામ હાઇસ્કુલના આચાર્ય ટી. એસ. પંડ્યા, ચાવડા, ગાજીપરા, સોનલબેન ફળદુ, પાઠક, ભરતભાઈ નગવાડીયા, શેઠ હાઇસ્કુલના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનો, વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમના અંતે આભારવિધિ સરોજીની નાયડુના આચાર્ય ડો.સોનલબેન ફળદુ અને સમગ્રકાર્યક્રમનું સંચાલન શેઠ હાઇસ્કુલના શિક્ષણ નીતિનભાઈ ભૂતએ કર્યું હતું.કોર્પોરેશન સંચાલીત 6 હાઇસ્કૂલના 1067 વિદ્યાર્થીઓને યુનીફોર્મ અપાયા.