ઓનલાઇન શિક્ષણમાં સરકારની ચંચૂપાત અને રાજકારણનું શું કામ?
સાંપ્રત સમયમાં ઓનલાઇન શિક્ષણ સિવાયનો વિકલ્પ માત્ર ‘હોમ લર્નિંગ’
ગુણવત્તાયુકત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત અનેક વિદ્યાર્થીઓને મળતી સવલતોને ધ્યાને લઇ વાલીઓએ શાળાઓને ફિમાં સહકાર આપવો જરૂરી
હાલનાં આ વૈશ્વિક મહામારીનાં સમયમાં શિક્ષણ ક્ષેત્રને ધણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. લોકડાઉન બાદ જે ઓફલાઇન કલાસીસ બંધ હોવાથી, ઓનલાઇન કલાસીસ શરૂ થયા છે. તેનાથી ઘણી માઠી અસરનો સામનો ખાનગી શાળાઓ અને વિદ્યાર્થીઓએ કરવો પડ્યો છે.
શાળામાં કોઇ ફિ ન આવતા શાળાઓનાં ખર્ચામા: અનેક ગણો વધારો થયો છે, ત્યારે ઓનલાઇન શિક્ષણમાં સરકાર દ્વારા જે ચંચૂલાત કરવામાં આવતી હોઇ છે, જો તે ન કરવામાં આવે, તો શાળાને ઘણો ફાયદો પહોંચી શકશે. એવી જ રીતે વિદ્યાર્થીઓને જે ઉચ્છ શિક્ષણ આપવામાં આવે છે. તેને જોતા જો વાલીઓ શાળાઓને ફિ માં સહકાર આપે તો લોકડાઉન અને અનલોકમાં શાળા કોલેજો બંધ રહી છે, તો તેનો ખર્ચ નીકળી શકે છે. હાલ ખાનગી શાળા સંચાલકો દ્વારા આ મુદ્દે વાત કરવામાં આવી તો ઘણી ખરી વાત પણ જાણવા મળી. ખાનગી શાળા સંચાલકોનું માનવું છે કે આ સમયમાં વાલીઓએ શાળાઓને યોગ્ય પ્રકારે મદદ કરવી જોઈએ. (તસવીર: પ્રવિણ પરમાર)
વિદ્યાર્થીને શિક્ષણ સાથે જોડાએલા રાખવામાં ઓનલાઇન શિક્ષણ કારગર: જતીનભાઇ ભરાડભરાડ સ્કૂલનાં સંચાલક જતીનભાઇ ભરાડે અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે બાળકને પ્રાથમિક શિક્ષણ મળવું તે તેના અધિકાર છે. બાળકનું ભવિષ્ય કેવું રહેશે અને તે શું વ્યવશાય કરશે તે માટે બાળકનું શિક્ષણ જવાબદાર હોય છે. ઓનલાઇન શિક્ષણ અત્યારે અનિવાર્ય બન્યુ છે. શાળા તરફથી બાળકોને પહેલા એવી સૂચના અપાતી કે મોબાઇલથી દૂર રહેવુ. શિક્ષક જયારે બાળકને કલાશરૂમાં ભણાવતા હોય ત્યારે શિક્ષણ બાળકની આંખમાં નાથી પોતાના શખ્દોથી, લાગણીથી ભણાવતા હોય છે. ત્યારે જે બાળક જે શિખે છે ઉતમ શિખી છે. અત્યારનાં સમયમાં ઓનલાઇન શિક્ષણ જ વિકલ્પ છે. સરકાર જે ઓનલાઇનમાં જે હસ્તક્ષેપ કરે છે તે ઘણા ખરા અંશે વ્યાજબી નથી છે. સરકાર દ્વારા ત્રણ મહિના પછી ઓનલાઇન એજયુકેશન માટે જે ગાઇડ લાઇન આપી છે તે યોગ્ય જ છે. કારણ કે તેનાથી બાળકને ફાયદો થશે.મોબાઇલ સામે ચારથી પાંચ કલાક બેસવું એ નુકસાન રૂપછે અને શકય નથી.
ઓનલાઇન એજયુકેશનમાં જે અછત પણ આવ્યુ છે. તેની પાછળ અવન અવન વિચારી સમા જરૂરી આપવામાં આવે છે. તે છે વાલીઓના મનમાં જે નાખવામાં આવે છે તેનાથી આ પ્રશ્ર્ન થાય છે છેલ્લા કેટલા વર્ષથી બાળકે સોશ્યલ મીડીયામાં એકટીવી, ટીવી જોતાં જ હતા. એ જે વપરાશ થતો તે કોઇ પ્રોડકટીવ કામ ન હતું. જયારે ઓનલાઇન એજયુકેશનથી ફાયદો થાય જ છે.
હાલનાં સમયમાં ઓનલાઇન શિક્ષણ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી: મયુરસિંહ જાડેજા
બાળકનું ભવિષ્ય તેના શિક્ષણ પર નિર્ભર છે. ત્યારે બાળકને શિક્ષણ મળવાનો જન્મસિધ્ધ અધિકાર છે. બીજા તરફ શાળાને પોતાનો અધિકાર હોવો જોઇએ. તે પોતાના વિદ્યાર્થીઓના હિતમાં વિચારતી હોય છે. માટે જ ઓનલાઇન શિક્ષણ સિવાયની બીજો કોઇ વિકલ્પ નથી. એ વાત સાચી છે કે ઓનલાઇન શિક્ષણની ઘણીબધી મર્યાદાઓ છે. શિક્ષકને પણ ઓનલાઇન ભણાવવામાં તકલીફ પડે છે. શિક્ષકોને પણ જયારે બાળકના ભણતરની વાત આવે છે ત્યારે તેમાં કોઇ રાજકરણ ન હોવું જોઇએ. વાલીઓને પણ શાળા પર વિશ્ર્વાસ રાખવો જોઇએ. અને શાળા જે નિર્ણય કરે તે બાળક માટે સારો જ હશે. વાલીઓ આ સમયમાં આર્થિક રીતે ફ્રિમાં સહયોગ આપવો જોઇએ. શાળાના તમામ ખર્ચ એમના એમ જશે. પરંતુ આવક કાંઇ નથી. આજે કોઇ શાળા વિદ્યાર્થી પર ફીને લઇને દબાણ કરતુ નથી. ત્યારે વાલીઓએ કેજે આર્થિક રીતે સાથ હોય તેમએ શાળાને સહયેગી થવા માટે ભરવી જોઇએ. જેનાથી શાળાને પણ આર્થિક રીતે સહયોગ મળી રહે. અમારા વાલીઓને ઓનલાઇન શિક્ષણ ફરજીયાત છે તેવું કઇ જ નથી. વાલીઓ જે એજયુકેટડ હોય તો પોતે જ ઘરે તેમના બાળકોને શીખવી શકે છે. અને વાલીઓને જ ગાઇડન્સ જોતું હોય તે અહીં શાળામાંથી આપવામાં આવશે. તેવું પણ જાણાવવામાં આવ્યું છે.
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં સરકારે હસ્તક્ષેપ ન કરવો જોઇએ: અવધેશભાઇ કાનગડ
શુભમ સ્કૂલનાં સંચાલક અવધેશભાઇ કાનગડએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે શિક્ષણએ સતત ચાલતી પ્રકિયા છે. બાળકોને અધિકાર પણ છે. સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ સેકટરી પણ શાળા પણ ઓનલાઇન એજયુકેશનમાં કામ કરે જ છે. સતત બાળકોને શિક્ષણએ ઓનલાઇન શિક્ષણની જગ્યા લઇ શકે જ નહીં. પરંતુ ઓનલાઇન પ્લોટફોર્મ પર શાળાએ કામ કરે છે તે બાળકોને કેન્દ્રમાં રાખીને કરે છે. બાળકનું ભણતર બગડે નહી તે માટે ચાલે છે. નહી કે ફી માટે સરકાર દ્વારા ઓનલાઇન એજયુકેશનની ટાઇમ લાઇન નકકી કરવામાં આવે છે.
તે બાળકો માટે સારા નિર્ણય છે. ઓનલાઇન એજયુકેશન સર્પોટીવ થઇ શકે. પરંતુ શિક્ષણ અને શાળાનું સ્થાન લઇ શકે તેમ નથી. ઓનલાઇનની બીજે કોઇ વિકલ્પ નથી. શાળામાં બાળકોને બોલાવવા પછી ખતરનાક છે. પેરેન્ટસને અનુરોધ છે કે જે પેરેન્ટ કેબેબલ છે તે શાળાની ફી ભરી આ સમયે શાળાને મદદરૂપબને. શાળાઓની અત્યારે આવક નથી પરંતુ ખર્ચ છે તે ચાલુ જ છે.
સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ શિક્ષણ અપાય છે, જેથી વાલીઓએ શાળાને સહયોગ આપવો જરૂરી: વિવેકભાઇ સિંહાર
ઇનોવેટીવ ઇન્ટરનેશલ સ્કૂલનાં સંચાલક વિવેકભાઇ સિંહારે અબતક સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણની અધિકાર આપવા સંધિધાનમાં પણ કર્યુ છે. પ્રાઇવેટ સેકટરને જો પોતાની રીતે કાર્ય કરવા દે તો તે વિકાસ કરી શકે. સરકારનું દાવીત્વ છે. શિક્ષણ પર તેથી તે ગાઇડલાઇન આપી શકે. નાની બાબતોમાં તેની દખલ ગીરી ન હોય તે યોગ્ય છે વાલીઓના બધા પ્રકારની વર્ગ હોય છે. એમા જે એજયુકેટેડ પેરેન્ટસ છે તેમણે પોઝીટીવ અને હકારાત્મ અભિપ્રાય આપ્યો છે. જયારે ઘણા ઓછા વાલીઓએ ઓનલાઇન શિક્ષણ સ્વીકારતા નથી. બાળકના હીતમાં સારુંભણતર આપી એ છીએ. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે જ શિક્ષણ અપાઇ છે. લાઇવ શિક્ષણમાં બાળક અને શિક્ષણ બન્ને ઓનલાઇન હોય ને એકબીજા સવાલ જવાબ કરી શકે છે જયારે બીજામાં શિક્ષણનું મટીરીયલ ઓનલાઇન મુકી દેવામાં આવે છે. અને બાળક તે માંથી શીખે છે બધી શાળાએ પોત પોતાની રીતે તે બન્ને રીતે શિક્ષણ આવે છે. હવેની યુગ પરસનબાઇઝ એજયુકેશનની યુગ આવશે. જેમાં બાળક પોતાની રીતે પોતાની ઋચી પ્રમાણે જે ભણવું છે તે ભણશે તે માટેની વ્યવસ્થા શાળાની કરશે. ઘણી સંસ્થાઓમાં વાલીઓ સહકાર આપે જ છે. અત્યારે થોડા સમય પુરતી તકલીફ છે.