ઝારખંડની માત્ર ૧૯ ટકા શાળાઓમાં જ વીજ જોડાણ ! કેન્દ્ર શાસીત પ્રદેશોમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિ સારી
શિક્ષણના વિકાસની મસમોટી ગુલબંગોની હવા વાસ્તવિક આંકડા અનેક વખત કાઢી નાખતા હોય છે. દેશની ૩૭ ટકા શાળાઓમાં વીજ કનેકશન જ ન હોવાની કડવી વાસ્તવિસ્તાનો સ્વીકાર સરકારે કર્યો છે.
રાજયસભામાં કેન્દ્રએ આપેલા આંકડા અનુસાર માર્ચ ૨૦૧૭ સુધીમાં દેશની ૬૨.૮૧ ટકા શાળાઓમાં જ વીજ કનેકશન હતા. ઝારખંડની ૧૯ ટકા સ્કુલોમાં જ વીજ જોડાણ છે. જયારે ચંદીગઢ, દાદર અને નગર હવેલી દમણ અને દિવ, પાંડેચેરી તથા લક્ષ્યદિપ સહીતના નગરોમાં ૧૦૦ ટકા શાળાઓમાં વીજ કનેકશન છે.
આસામની રપ ટકા, મેઘાલયની૨૮.૫૪ ટકા, બિહારની ૩૭ ટકા, મઘ્યપ્રદેશ દશેની ૨૮.૮૦ ટકા, મણીપુરની ૩૯.૨૭ ટકા, ઓરીસ્સાની ૩૩ ટકા અને ત્રીપુરાની ૨૯ ટકા શાળાઓમાં વીજ જોડાણ નથી. સરકાર સર્વ શિક્ષા અભિયાન તેમજ રાષ્ટ્રીય માઘ્યમિક શિક્ષણ અભિયાન સહીતની યોજનાઓ ચલાવતી હોવા છતાં સ્કુલોના ઇન્ફ્રાસ્ટ્રકચરની હાલત ખુબ જ ખરાબ છે.