ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ગુજરાત સરકારના વખાણ કર્યા
મોરબીના આંગણે યોજાયેલ યુવા જ્ઞાનોત્સવના છેલ્લા દિવસે બોલીવુડના ટોચના પ્રોડ્યુસર ડાયરેકટર મધુર ભંડારકર મહેમાન બન્યા હતા અને પોતાની સ્પીચમાં બોલીવુડમાં કેરિયર બનાવવા ઇચ્છતા નવ યુવાનોને સલાહ આપી હતી કે પહેલા તમારું કેરિયર બનાવો પછીજ બોલીવુડમાં આવવાનું વિચારો, તમારી પાસે ડીગ્રી કે કાબેલિયત હશે તો બોલીવુડમાં ચાન્સ ન મળે તો અન્ય સારી કામગીરી પણ કરી શકશો.
મોરબીના પટેલ સમાજ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ત્રી દિવસીય યુવા જ્ઞાનોત્સવના અંતિમ ચરણમાં રવિવારે બોલીવુડના પ્રખ્યાત પ્રોડ્યુસર ડાયરેકટર મધુર ભંડારકર મહેમાન બન્યા હતા અને મોરબીના યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રેરક વાતો પણ કરી હતી.
આ તકે પ્રોડ્યુસર ડાયરેકટર મધુર ભંડારકરે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં બોલીવુડમાં કારકિર્દી બનાવવાનો જબળો ક્રેઝ છે ત્યારે યુવાનોને મારી સલાહ છે કે પહેલા તમારું ભન્ટ અને કારકિર્દી બનાવો ત્યારબાદ જ બોલીવુડમાં આવવાનું વિચારો કારણ કે જો બોલીવુડમાં સફળતા ન મકે તો તમે તમારી સ્કિલ આવડત મુજબ અન્ય કામ પણ કરી શકશો.
વધુમાં એમને ગુજરાતી ફિલ્મ બનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી અને ગુજરાત સરકાર ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપી રહી હોય સરકારની નીતિના ખુબજ વખાણ કર્યા હતા.
અંતમાં તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપના યુવા જ્ઞાનોત્સવના આયોજનના ભરપેટ વખાણ કરી યુવાનો માટે યોજાતા આવા કાર્યક્રમોને ખૂબ જ પ્રેરણાદાયી અને યુવાનો માટે આશીર્વાદ રૂપ ગણાવ્યું હતા.