ઈમ્પિરીયલ પેલેસ ખાતે યોજાનાર સેમિનારમાં તજજ્ઞો દ્વારા એજયુકેશન લોન તેમજ આગળના અભ્યાસ વિશેની વિસ્તૃત માહિતી અપાશે
જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા સતત ૧૦મા વર્ષે ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં ફ્રી સેમીનાર-એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટી.વાય.બી.કોમ અને બી.બી.એના જ વિદ્યાર્થીઓને કે જેમણે પોતાની પાંચમાં સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ કેઈઝન ગ્રુપ કાર્યાલય ઓફીસ નં. ૧૬ ગ્રા. ફલોર મહિલા કોલેજ ચોક રાજકોટ ખાતે રૂબરૂ આપી ને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય માત્ર તેમને જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. મર્યાદીત એન્ટ્રી હોઈ તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે વસીમ માકડા મો.નં. ૯૮૨૪૫ ૮૬૫૬૧ નો સંપર્ક કરવો.
આ સેમીનાર સવારે ૯.૩૦ થી યોજાશે જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામા આવતી વ્યાજ વગરની એજયુકેશન લોન અને અન્ય સ્કોલરશીપની માહિતી તેમજ આગળ અભ્યાસ કરવા માટે જોબ માટે કે બીઝનેસ માટે ઉપલબ્ધ તકોનું માર્ગદર્શન નોઈડા, અમદાવાદ, બરોડા, મહેસાણા, ગાંધીનગર વગેરે શહેરોમાંથી આવેલ ડાયરેકટર કોલેજના રીપ્રેઝન્ટેટીવ તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કંઈક નવુ કરવા માટે જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા આ પ્રકારનાં સેમીનાર એજયુકેશનફેરનું આયોજન ધો.૧૨ સાયન્સ, કોમર્સને ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે વેકેશનમાં ૪ વખત કરવામાં આવે છે. સ્કુલ કોલેજના સમયગાળા દરમ્યાન વિવિધ સેમીનારો, કવીઝ કોમ્પીટીશન ટેલેન્ટ હન્ટ અને અન્ય સ્પર્ધાઓનું આયોજન સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવે છે.
અત્યાર સુધી ૪૦થી વધુ સેમીનાર એજયુકેશન ફેરનું સફળ આયોજન કરવામાં આવેલ છે. જેનો દર વર્ષે હજારોની સંખ્યામાં આવેલ છે.જેનો દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લે છે. અને દરેક એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ માટે રીઝલ્ટ ઓરીએન્ટેડ માર્કેટીંગ ગેરંટીથી કરી આપવામાં આવે છે. તેમજ છેલ્લા પાંચ વર્ષોથી શૈક્ષણીક માહિતી પીરસતું કેઈઝન ટાઈમ્સ ફોર્ટનાઈટલી પાક્ષીક ન્યુઝ પેપર પણ ચલાવવામાં આવે છે. જેનું વિતરણ માત્ર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com