અબતક,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે વર્ષ 2022-23નું કદની દ્રષ્ટીએ કદાવર રૂ.146.46 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બજેટમાં બાળકોના વિકાસ માટે માત્ર 1.16 કરોડ જ રહેશે. બાકીના રૂ.145.30 કરોડ મહેકમ અને મેઈન્ટેનન્સ પાછળ ખર્ચાય જશે. શિક્ષર સમિતિની શાળામાં ફરજ બજાવતા 1000થી વધુ શિક્ષકો સહિતના સ્ટાફના પગાર અને બિલ્ડીંગના મેઈન્ટેનન્સ પાછળ ખર્ચાય જશે.
બજેટમાં કેટલીક ધ્યાનાકર્ષક યોજનાઓ પણ મૂકવામાં આવી છે.પરંતુ બાળકોના વિકાસ માટે, પ્રવાસ માટે, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સમિતિના હાથ પર માત્ર રૂ.1.16 કરોડ જ છે. કેટલીકવારતો જે હેડ માટે જોગવાઈ કરવામાં આવી હોય તેમાં વધુ ખર્ચ થઈ જતો હોવાથી હેડ ફેર કરી અમૂક યોજના પડતી પણ મૂકી દેવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક સમિતિની બોર્ડ બેઠકમાં સને 2022- 23નું વિશાળ બજેટ રજૂ કરવામાં કરવામાં આવ્યું હતુ॰ 146 કરોડ , 46 લાખનું બજેટ રજૂ કરતા ચેરમેન અતુલ પંડિત અને વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા . વધુમાં જણાવેલ છે કે જરૂરીયાત મુજબના વિસ્તારમા નવી શાળા નિર્માણ કરાશે જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે . તેમજ મુંજકા – માધાપરની શાળાઓ અને શિક્ષકો શિક્ષણ સમિતિમાં ભળતા બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.
કોર્પોરેશન સંચાલીત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટનો માત્ર મોટો આંક જ, બાળકોના વિકાસ માટે માત્ર 1.16 કરોડ!
બજેટમાં ગણીત- વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ, સાંસ્કૃત કાર્યક્રમ, વાલી સંમેલનો શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગુરૂવંદના એવોર્ડ , નિવૃત શિક્ષક સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે . ધો.-1 થી 8 ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવેલ . જિલ્લા – રાજયની રમત ગમત સ્પર્ધામાં તેજસ્વી નિર્ધાર્થીઓ માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે. ઉપરાંત 2022-23 માં આવતી શાળાની જાહેર – સ્થાનિક રજા મંજૂર કરવામાં આવેલા. શિક્ષણ સમિતિ હસ્તની શ્રી કસ્તુરબા પ્રાથમિક શાળા નં. -53 ને શ્રી આદિત્ય પ્રાથમિક શાળા નં-3ર ગા મર્જ કરવામા બહાલી આપવામાં આવેલ શિક્ષણ સમિતિના કર્મચારીઓ અને શિક્ષકશ્રીઓને અવસાન પામે તેના આશ્રીતોને ઉચક નાણાકીય સહાય આપવા માટેની દરખાસ્ત તમામ શાળાઓના અભ્યાસ કરતા બાળકોને શ્રેષ્ઠ શિક્ષક મળી રહે તે માટે જરૂરીયાત મુજબ ગ્રીનબોર્ડ ફાળવવા, શાળાઓમાં શૈક્ષણિક હેતુસર અને વિવિધ કાર્યક્રમો ઉજવણીમા સલાહ અને માર્ગદર્શન આપવા શાળા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી . શાળામાં ચાલતા ધો.7 થી 8 ના વર્ગોને દતક આપવાની યોજના જનહિતની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.
શિક્ષણ સમિતિની બજેટ મિટીંગમાં સિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, વા . ચેરમેન સંગીતાબેન છાંયા, સદસ્ય કિશોરભાઈ પરમાર, રવિભાઈ ગોહેલ, તેજસભાઈ ત્રીવેડો, કિરીટભાઈ ગોહેલ, ડો. વિજયભાઈ ટોળીયા, ફારૂકભાઈ બાવાણી, ધૈર્યભાઈ પારેખ , શરદભાઈ તલસાણીયા , ડો . પીનાલેન કોટક , જયંતીલાલ ભાખર , ડો.અશ્ર્વીન દુધરેજોયા , જાગૃતીબેન ભાણવડીયા , ડો.મેઘાવીબેન સીંધવલ શાસનાધિકરી કિરીટસિંહ પરમાર હાજર રહી બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.