રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક
વાઇસ ચેરમેનની પસંદગીનું કળશ ભાજપે સંગીતાબેન છાયા પર ઢોળ્યું: નવ નિયુક્તિ હોદેદારો પર અભિનંદન વર્ષા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનપદે પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ નં.2ના ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિતની વરણી કરવાં આવી છે. તેઓને શિક્ષણ સમિતિના 16માં અધ્યક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.વાઇસ ચેરમેન પદ માટે પસંદગીનું કળશ ભાજપ દ્વારા સંગિતાબેન છાયા પર ઢોળવામાં આવ્યું છે. નવનિયુક્ત હોદ્દેદારો પર શુભેચ્છાઓનો રીતસર વરસાદ થયો હતો.
મેયર-નિર્વાચીન અધિકારી ડો.પ્રદીપ ડવની અધ્યક્ષતામાં આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સ્ટેન્ડીંગ કમિટીના મિટિંગ રૂમમાં મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિકતા શિક્ષણ સમિતિના 16 ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ 15 સદસ્યોની જગ્યા છે. જેમાંથી 12 સદસ્યોની જગ્યા માટે ચુંટણી કરવામાં આવે છે અને 3 સદસ્ય રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે. મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવએ નિયમ અનુસાર ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજ સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી અંતર્ગત ચુંટણી યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે અતુલભાઈ પંડિત અને ઉપાધ્યક્ષ તરીકે સંગીતાબેન છાયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અધ્યક્ષ તરીકેની અતુલભાઈ પંડિતના નામની દરખાસ્ત ડો.પિનાબેન કોટક તરફ રજૂ કરવામાં આવી હતી.જેને ડો.મેઘાવીબેન સિંધવના ટેકા આપ્યો હતો.આમ ચેરમેનની સર્વાનુમતે બીનહરિફ વરણી થઈ હતી.જયારે ઉપાધ્યક્ષ તરીકે સંગીતાબેન છાયાના નામની દરખાસ્ત બી.એમ.પારેખ તરફથી જે.ડી. ભાખરના ટેકાથી રજુ કરવામાં આવી હતી.વાઇસ ચેરમેનની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી થવા પામી હતી.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ નવનિયુક્ત શિક્ષણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોની શુભેચ્છા પાઠવવા જનસેલાબ ઉંમટયો હતો.
અત્યાર સુધીના ચેરમેન
વોર્ડ નં.2 પર ભાજપ ઓળઘોળ
ડે.મેયર પદ બાદ શિક્ષણ સમિતિ ચેરમેનનું પદ આપ્યુ: આ એક જ વોર્ડમાંથી બે કોર્પોરેટરો સ્ટેન્ડીંગના સભ્ય
શહેરના 18 વોર્ડ પૈકી વોર્ડનંબર બે ભાજપ માટે સૌથી માનિતો વોર્ડ હોય તેવું લાગી રહ્યું છે.મહાપાલિકાની ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના ચારેય કોર્પોરેટર તોતિંગ લીડ સાથે વિજેતા બન્યા હતા.પક્ષ દ્વારા વોર્ડ નં.2ના નગરસેવિકા ડો.દર્શિતાબેન શાહને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત વોર્ડના અન્ય બે સિનિયર કોર્પોરેટર મનીષ રાડિયા અને જયમીન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એકમાત્ર વોર્ડ નંબર બે ના બે કોર્પોરેટરોનો સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ કરાયો છે.આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં વોર્ડ નંબર બે ના પૂર્વ કોર્પોરેટર અને વોર્ડના વર્તમાન ભાજપ પ્રમુખ અતુલભાઈ પંડિતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ વાત પરથી એ ફલીત થાય છે કે શહેરના અન્ય વોર્ડની સરખામણીએ વોર્ડ નંબર બે ભાજપનો સૌથી માનિતો વોર્ડ છે.
હરખના આંસુ….
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેનપદે ભાજપ દ્વારા સંગીતાબેન છાયાની વરણી કરવામાં આવી છે. તેઓએ ચાર્જ સાંભળ્યા બાદ પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય તથા ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ જયારે અભિનંદન આપવા માટે પહોંચ્યા ત્યારે સંગીતાબેન આંખોમાંથી હરખના આસું સરી પડ્યા હતા.