વડોદરા,જામનગર અને ભાવનગર સહિત રાજયની તમામ મહાપાલિકાઓને શિક્ષણ ઉપકર પેટે વસુલેલી રકમના ૭૫ ટકા રકમની ફાળવણી કરાઈ: ભંડેરી
ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયની તમામ મહાપાલિકાઓને શિક્ષણ ઉપકરનું ફંડ આજે રીલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાપાલિકાને ‚ા.૩૦.૭૬ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજયની મહાપાલિકાઓ, નગરપાલિકાઓ દ્વારા અલગ અલગ કરવેરા પર જે શિક્ષણ ઉપકર વસુલવામાં આવે છે તે સમયાંતરે રાજય સરકારમાં જમા કરાવી દેવામાં આવે છે. સરકાર નાણાકીય વર્ષના અંતે મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ મારફત જે તે સનિક સ્વરાજયની સંસને શિક્ષણ ઉપકર પેટે વસુલેલી રકમના ૭૫ ટકા રકમ વિકાસ કામો માટે ફાળવી દે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોટ મહાનગરપાલિકાએ વસુલેલા શિક્ષણ ઉપકરની રકમ પૈકીની ૭૫ ટકા એટલે કે ‚ા.૩૦.૭૬ કરોડનું ફંડ ફાયનાન્સ બોર્ડ દ્વારા રીલીઝ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત વડોદરાને ‚ા.૨૬.૩૬ કરોડ, જામનગરને ‚ા.૧.૩૫ કરોડ, ભાવનગરને ‚ા.૧.૭૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ મહાપાલિકા વિકાસ કામો માટે કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષમાં રાજકોટ મહાપાલિકાને ટેકસ પેટે રેકોર્ડ બ્રેક ૨૬૩ કરોડ ‚પિયાની આવક વા પામી છે. જેના કારણે આ વખતે શિક્ષણ ઉપકરની પણ રેકોર્ડ બ્રેક ૩૦.૭૬ કરોડની આવક વા પામી છે.