લોકશાહીનું મંદિર ગુજરાત વિધાનસભાની મુલાકાતે રાજયભરની ૫ હજાર મહિલાઓના ઘોડાપુર: મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીનું સંબોધન
પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા છત્રની કામગીરીને નજરે નિહાળવા માટે રાજ્યભરમાંી અંદાજે પાંચ હજાર ગ્રામીણ મહિલાઓ લોકશાહીના ધબકાર લોકશાહીના મંદિર એવા ગુજરાત વિધાનસભાની મુલાકાતે મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં અમદાવાદ, ખેડા, સુરત અને સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં લકઝરી બસો મારફત આવી પહોંચી હતી અને પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકપ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરી વાચા આપતા હોય છે જેને રાજ્ય સરકારના મંત્રીઓ અને જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીને જન પ્રતિનિધિઓએ પુછેલા પ્રશ્નોના ઉત્તરો સરકાર દ્વારા આપવામાં આવે છે જેને નજરે નિહાળ્યું હતુ અને આ મુલાકાતને અવિસ્મરણીય યાદગાર ગણાવી લોકશાહી પ્રણાલીનું બારીકાઇી અવલોકન કર્યું હતુ.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માતૃશક્તિને આવકારી વંદન કરી ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી સંબોધન કરતા જણાવ્યું હતુ કે, જનતા જનાર્દનની ઇચ્છા પૂર્ણ ાય તે માટે સરકાર લોક કલ્યાણનું કાર્ય અહીં કરી રહી છે. લોકો માટે રાજ્યના દરેક વિસ્તાર માટે કામ ાય તે માટે મારી સરકાર કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓના કલ્યાણ માટે બજેટમાં ૫૬ હજાર કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. તેના કી મહિલાઓ સ્વાવલંબી, શિક્ષિત બને સર્વાંગી વિકાસ ાય તે માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.વિધાનસભામાં કરવામાં આવેલી કામગીરી અને વિધેયક અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, મોટી ઉંમરના લોકો માટે જાત્રા માટે ૫૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મહિલાઓના આરોગ્ય માટે વિવિધ યોજના સહિત મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ સહિત જેનરિક દવાના સ્ટોર અને તબીબી મફત સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. નોધારાનો આધાર એવી આ સરકાર ગરીબો વંચિતો, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. તેમ ભારપૂર્વક જણાવ્યું હતુ આ પ્રસંગે મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્તિી રહી હતી અને તાળીઓના ગડગડાટી સરકારની કરેલી કામગીરીને પ્રતિસાદ આપ્યો હતો