વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કંઈક નવું કરવા માટે તત્પર રહેતા અહિંના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા તા.૭ને ગુરુવારના રોજ હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે એજયુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માત્ર અડધા દિવસની ઈવેન્ટ દરમ્યાન ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ સફળ બનાવ્યો હતો.

આ એજયુકેશન ફેરમાં ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અંકલેશ્ર્વર, બરોડા, સિઘ્ધપુર, ગાંધીનગર, અમદાવાદ વગેરે શહેરોની કોલેજમાંથી ફેકલ્ટી મેમ્બર્સે હાજર રહી ૨૧થી વધુ સ્ટોલ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડેલ હતું. આ એજયુકેશન ફેરમાં ભરાડ સ્કુલ-જતીન સરને તેમજ રાજકોટની અન્ય સ્કુલ-કોલેજના ટ્રસ્ટીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

IMG 20190209 WA0016

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કેઈઝન ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વરસોથી સતત દર વર્ષે ફેબ્રુઆરી, એપ્રિલ, મે અને જુનમાં ચાર વખત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આ પ્રકારના એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પણ સ્કુલ અને કોલેજની અંદર અત્યાર સુધી ૧૦૦થી વધુ સેમીનાર અને ચાલુ વરસે જ રાજકોટની ૧૪થી વધુ સ્કુલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ ગુરુવારે યોજાયેલ એજયુકેશન ફેરએ કેઈઝન ગ્રુપનું સતત ૪૫મું સફળ આયોજન હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેઈઝન ગ્રુપનાં સીઈઓ વસીમ વાહીદભાઈ માકડા કે જેઓ બીકોમ, એમબીએ, એલએલબી, બીજેએમસી વગેરે ડીગ્રીઓ ધરાવે છે. તેમના દ્વારા છેલ્લા છ વરસોથી એક એજયુકેશનલ ન્યુઝ પેપર-પાક્ષીક-કેઈઝન ટાઈમ્સ’માં પણ એડિટર તરીકે સેવા આપે છે. આ ઉપરાંત ગુજરાતની ઘણી કોલેજોમાં માર્કેટીંગ વિષય પર ગેસ્ટ લેકચર અને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ સેવા આપી ચુકયા છે. તેઓ છેલ્લા ૧૧ વરસોથી એજયુકેશનલ ઈન્સ્ટીટયુટના માર્કેટીંગ ક્ધસલ્ટન્ટ અને એજયુકેશન કાઉન્સેલર તરીકે શ્રેષ્ઠ સેવા આપે છે. તેમના દ્વારા પુરી પાડવામાં આવતી અન્ય સર્વિસ માટે તેઓના મો.૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

20190207 095646

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.