ઉમિયા માતાજી સંસન, ઊંઝા દ્વારા આયોજીત “લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ કડવા પાટીદાર પરિવારને ભાવભીનું આમંત્રણ એટલે કે “મા નું તેડું” ભારત સહિત દુનિયાના દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે.
એડમીનટન-કેનેડામાં વિવિધ વિસ્તારોમાં વિતરણ અર્થે આવેલા “મા નું તેડુંની” આમંત્રણ પત્રિકાઓના વધામણા સ્વરૂપે કંકુછાટણાં કરવામાં આવ્યા હતાં. કુળદેવીનો જય જયકાર કરી અદભુત અને દિવ્ય વાતાવરણમાં ભાઈઓ, બહેનો તથા વડીલોએ માના ભક્તિરસી તરબોળ થઈ ઉત્સાહભેર ભાગ લીધો.