રાજ્ય સરકાર સહાય જાહેર કરે તેવી રમકડાં બજારના વેપારીઓની ઉગ્ર માંગ
ઈડરનું ખરાદી બજાર લાકડાના રમકડા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે જોકે પ્લાસ્ટીક અને ઈલેક્ટ્રીક તેમજ ચાઈનાના રમકડા બજારમાં આવતા લાકડાના રમકડાની માંગ ઘટી છે જેના કારણે આ વ્યવસાય મૃત:પ્રાય થવાની સ્થિતીમાં પહોંચી ગયો છે ત્યારે ક્યાં ખોવાઈ રમકડા બજારની રોનક? રંગબેરંગી આકર્ષક અને મનમોહક કારીગરી જોઈને જ લાકડાંના રમકડાં ખરીદવાનું મન થઈ જાય બાળકો જ નહીં,મોટેરાં પણ લલચાઈ જાય એ સુંદર રમકડા બજાર સાબરકાંઠાનાં ઈડરના જૂના બજારમાં આવેલા ખરાદી બજાર જોવા મળે છે
આ બજારની રોનક અને અહીં મળતા લાકડાના રમકડાનું એક સમયે દેશ વિદેશમાં નામ હતું પરંતુ આજે લાકડાના રમકડાનો આ વ્યવસાય મૃત:પ્રાય સ્થિતીમાં જોવા મળી રહ્યો છે જ્યારે વર્ષો પહેલા અહીં 300 થી વધુ કારીગરો લાકડાના રમકડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા તેની સામે આજે અહીં માત્ર 3 થી 4 કારીગરો બચ્યા છે લાકડાના રમકડા 20 રૂપિયાથી લઈ હજારના ભાવે વેચાતા હતા પરંતુ આજે માર્કટ પડી ભાંગ્યું છે રમકડા ઉદ્યોગની કમર તોડવા માટે જવાબદાર છે
ચીન અને ચીનમાંથી આવતા ઈલેક્ટ્રીક અને પ્લાસ્ટિકના રમકડાએ આ ઉદ્યોગને મૃત:પ્રાય અવસ્થામાં પહોંચાડી દીધો છે હવે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે સરકાર તેમને સહાય કરે ઈડરમાં માત્ર 3 થી 4 કારીગરો બચ્યા આ રમકડા બજારની સ્થિતી એ છે કે મોટાભાગના લોકો આ પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય વ્યવસાયમાં જોડાઈ ગયા છે એક સમયે લાકડાના રમકડા માટે સૌથી સવિશેષ પ્રખ્યાત થયેલા ઈડરમાં જ મોટા ભાગના કારીગરો આ વ્યવસાય છોડી રહ્યા છે
આજ સ્થિતી રહી તો આગામી સમયમાં જે એક બે દુકાનો બચી છે તે પણ બંધ થઈ જશે તેવું આ વ્યવસાય સાથે જોડાયેલા વેપારી આગેવાનો જણાવી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઈડર શહેર પ્રખ્યાત હતું હાલમાં માત્ર 3 થી 4 વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડા બનાવનારા કલાકારોને સબસિડી રૂપે સહાય જાહેર નહીં કરે તો મૃત:પ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.