અંડર -18માં કુમકુમે 5.49 મીટર લોંગ જમ્પ થકી સિલ્વર મેડલ જીત્યો

સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ.

માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -18માં 5.49 મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો. રામાણી કુમકુમ હાલમાં ધોરણ-11માં હિંમતનગરની ફેથ હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે.

આ દીકરી એ અગાઉ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ.ટી. ગુવાહાટી ખાતે અંડર -16માં 5.56 મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.  કુમકુમ રમત તાલીમ અગાઉ  ડી.એલ.એસ.એસ. જામનગર ખાતે મેળવી વધુ તાલીમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે તાલીમબધ્ધ થઈ બે વાર નેશનલ લેવલે સાબરકાંઠા હિંમતનગરનું ગૌરવ વધાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.