ગુજરાત સરકાર દ્વારા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે સરકારે કાયદો કડક કરી દંડની રકમ વધારવામાં આવી હતી આમ તો શાળા એટલે વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપવા સાથે સાથે કાયદા નું પણ જ્ઞાન આપવાનું હોય છે પરંતુ ઇડર તાલુકાની શાળાઓ જાણે કે ટ્રાફિકના નિયમો ગોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ઇડર તાલુકામાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ અંદાજિત એક ડઝનથી પણ વધુ આવેલ છે.
આ શાળામાં આવતા અંદાજિત ૩૦ ટકાથી પણ વધુ બાળકો ટુ વ્હીલર લઈને આવતા હોય છે અને શાળા સંકુલમાંજ મૂકતા હોય છે આમ જોવા જઈએ તો ધોરણ ૧૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ની ઉંમર કાયદા પ્રમાણે ૧૭ થી વધુ ના હોય અને આરટીઓના નિયમ પ્રમાણે કોઈપણ વાહન ચલાવવાનુ લાયસન્સ ૧૮ વર્ષ બાદ મળતું હોય છે
આ બાબત દરેક વ્યક્તિને ધ્યાન માં હોય છે તેમાં પણ શાળાના આચાર્ય અને વહીવટ દારો ને તો ચોક્કસ ધ્યાનમાં હોય છે તેમ છતાં પણ શાળામાં બાળકો વાહન લઇને આવતા હોય છે જો કોઈ વિદ્યાર્થી શાળાનો નિયમ તોડે તો સ્કૂલ દ્વારા તે વિદ્યાર્થીને શિક્ષાત્મક પગલા લેવામાં આવ તા હોય તો પછી ટ્રાફિકના નિયમો નું પાલન ન કરનાર વિદ્યાર્થીઓને કેમ શાળા તરફથી કાંઈ કહેવામાં આવતું નથી તે વિચારવાનો વિષય છે.
ઇડર તાલુકામાં આવેલી શાળાઓમાં ભણવા આવનાર વિદ્યાર્થીઓ કે જેમની વય મર્યાદા કાયદા પ્રમાણે પોતાના ટુ વિલર ચલાવવાની નથી પરંતુ અહીં નાના બાળકો પોતાની ટુ વિલર ગાડીયો બેફામ હંકારતા હોય છે જેને લઈ જોકોઈ મોટી દુર્ગટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ??
હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ટ્રાંફિક નિયમોને લઈ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી??