સાબરકાંઠા જિલ્લાનું ઈડર શહેર અનેક ધાર્મીક અને પૌરાણિક સ્થળોને લઈ દેશ વિદેશમાં વખણાય છે. શહેરમાં આવેલ દોલત વિલાસ ઈડરિયો ગઢ સાહેલાણી માટેનું પ્રવાસન સ્થળ બન્યું છે. રૂખી રાણીનું માળિયું રાજચંદ્ર વિહાર રણમલ ચોકી અને રૂખી રાણીનાં મળીએથી આકર્ષણનું કેન્દ્ર ગણાતું રાણી તળાવમાં ચોમાસાની ઋતુમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગને લઈ નવાં નીર આવ્યા છે.
ઈડર અંબાજી હાઈવે રોડ પર આવેલ રાણી તળાવ એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે અંબાજી પોળો ફોરેસ્ટ જતાં રાહદારીઓ અને પ્રવાસીઓ માટે ઈડર રાણી તળાવ સેલ્ફી માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે ઈડર રાણી તળાવ નાં વિકાસ ને વેગ આપવામાં આવે તો મૂલાકાતે આવતાં પ્રવાસીઓની મુલાકાત માટે એક નવીન સ્થળ ઉભો થાય તેમ લાગી રહ્યું છે.
પ્રવાસન વિભાગ દ્વારા રાણી તળાવને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી પીકનીક સ્પોટ તરીકે વિકસાવવા માટે કરોડોની ગ્રાન્ટ પણ ફાળવાઈ છે પરંતુ હાલની સ્થિતિ જોતા કોઈ કામગીરી થઈ હોય એવુ લાગતુ નથી છેલ્લાં કેટલાય વર્ષોથી વિકાસની રાહ જોઈ રહેલ રાણી તળાવ નો વિકાસ થશે કે કેમ તે જોવું રહ્યું…