ઇડર એપીએમસી માર્કેટયાર્ડ સાપાવાડા ખાતે ચાલતી મગફળીના માલને વારંવાર રિજેક્શન કરાતા ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા છે.ઇડર એપીએમસી માર્કેટયાર્ડ સાપાવાડા ખાતે ખેડૂત દ્વારા લવાયેલ મગફળીના માલને વારંવાર રિજેક્ટ કરાતા ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું.
ખેડૂતો દ્વારા રજૂઆતો કરાતા ગાંધીનગર ટિમ અને જિલ્લા વહીવટી તંત્ર ઇડર એપીએમસી માર્કેટયાર્ડ સાપાવાડા ખાતે દોડતું થયું.આ મુદ્દે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇડર એપીએમસી સાપાવાડા ખાતે બંધ બારણે મીટિંગ યોજી મીડિયાને દૂર રખાયા હતા.