ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ અત્યંત રોમાચંક: લોકોમાં ભારે ઉત્સાહ
બાંગ્લાદેશ સામે સૌપ્રથમ વખત ભારત તેની પ્રથમ ડે નાઈટ ટેસ્ટ પીંક બોલથી રમશે ત્યારે હાલ ઈડન ગાર્ડન પીંક રંગથી રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેનો જે ટેસ્ટ મેચ પીંક બોલથી રમાશે તેનાથી લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે, પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ અત્યંત રોમાંચક બની રહેશે. ક્રિકેટ મેચ વિશે જયારે વાત કરવામાં આવે તો કોલકતાનું હવામાન અન્ય કરતા અલગ છે જયાં સંઘ્યા ૪:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધીમાં થતું હોય છે ત્યારે આ ટેસ્ટ મેચ બપોરનાં ૧ વાગ્યાથી શરૂ થશે જયારે ટી-ટાઈમ બ્રેક ૨૦ મીનીટનો આપવામાં આવશે ત્યારબાદનો ડિનર ટાઈમનો બ્રેક ૪૦ મીનીટનો રહેશે. એટલે કે ટેસ્ટ મેચ ૩ તબકકામાં રમાશે. ટી-ટાઈમ પછીનો જે સમય હોય તે બંને ટીમનાં ખેલાડીઓ માટે ખુબ જ પડકારજનક રહેશે. પીંક બોલથી જયારે મેચ રમાવવા જઈ રહ્યો છે ત્યારે ૩:૩૦ પછીનાં સમયમાં લાઈટનો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે જેનાં કારણોસર ગ્રાઉન્ડ ઉપર ટવાય લાઈટોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારબાદ ત્રીજા હાફ પછી ફર્લ્ડ લાઈટ વચ્ચે મેચ રમાશે. મેચ પૂર્વે એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, આર્મી પેરા ટ્રુપરો દ્વારા મેચ બોલને રાજકીય અગ્રણીઓ જેમાં બાંગ્લાદેશનાં પ્રાઈમ મીનીસ્ટર શેખ હસીનાને આપવામાં આવશે. આ ઘટના ક્રિકેટ ઈતિહાસમાં ભુતો ન ભવિષ્યતી જેવી માનવામાં આવી રહી છે.
બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ તમામ પ્રકારનાં પ્રોટોકોલ તોડી નવો નિર્ણય લીધો છે કે વિકેટ અથવા તો પીચ ઉપર માત્રને માત્ર ટીમનાં સુકાની અને ટીમ કોચ જ જઈ શકશે ત્યારે બીસીસીઆઈનાં પ્રમુખ હોવા છતાં પણ કોઈ અધિકારી કે પદાધિકારીઓને વિકેટ ઉપર નહીં જવા દેવામાં અવાઈ આ નિર્ણયથી સૌરવ ગાંગુલી ખરાઅર્થમાં બેન્ગાલ ટાઈગર તરીકે પ્રસ્થાપિત થયો છે. ખાસ પ્રથમ ડેનાઈટ મેચ કે જે પીંક બોલથી રમાડાશે ત્યારે તેમનાં દ્વારા ગ્રીન ટોપ પીચ બનાવવામાં આવી છે જે અત્યંત રમણીય દેખાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ડે-નાઈટ ટેસ્ટ શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ટેસ્ટ ઈતિહાસની આ ૧૨મી અને એસજી પિંક બોલથી રમવામાં આવતી પહેલી ડે-નાઈટ ટેસ્ટ હશે. આ પહેલીવાર શિયાળામાં રમવામાં આવી રહી છે. હેલિકોપ્ટર્સ દ્વારા પિંક બોલ મેદાનમાં લાવાવમાં આવશે અને બંને ટીમના કેપ્ટનોને સોંપવામાં આવશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને વડાપ્રધાન શેખ હસીના બેલ વગાડીને મેચની શરૂઆત કરશે. ભારતે૨ ટેસ્ટની સીરીઝની પહેલી મેચ સીરીઝ ૧૩૦ રનથી જીતી હતી.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, સચિન તેંદુલકર, સુનીલ ગવાસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવીડ, અનિલ કુંબલે દરેક વ્યક્તિ ત્યાં હશે. ટી ટાઈમ પહેલાં પૂર્વ કેપ્ટન કાર્ટમાં બેસીને આખા મેદાનનું રાઉન્ડ મારશે. આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત વિશે ડે-નાઈટ ટેસ્ટના સવાલ વિશે ગાંગુલીએ કહ્યું કે, અમે આ વિશે વિચાર કરીશું. બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું, પહેલાં દિવસાના ટી ટાઈમ દરમિયાન મ્યૂઝિકલ પર્ફોમન્સ કરવામાં આવશે અને દિવસના અંતે સન્માન સમારોહ કરાશે. બંગાળ ક્રિકેટ સંઘ ઓલિમ્પિક સ્વર્ણ પદક જીતનાર નિશાનબાજ અભિનવ બિન્દ્રા, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, બેડમિંટન ખેલાડી પી.વી સિંધુ અને ૬ વખતની વિશ્વ ચેમ્પિયન મુક્કેબાજ મેરિકોમને સન્માનિત કરવામાં આવશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી ૧૦ ટેસ્ટ થઈ છે. તેમાં ૮માં ભારતને જીત મળી છે, જ્યારે ૨ મેચ ડ્રો તઈ છે. બંને ટીમ વચ્ચે આ ૭મી ટેસ્ટ સીરીઝ છે. તેમાં ભારત એક પણ મેચ હાર્યું નથી. ભારતે ઈન્દોરમાં રમેલી સીરીઝ પહેલાં મેચમાં બાંગ્લાદેશને સીરીઝ અને ૧૩૦ રનથી હરાવ્યા હતા. મેચમાં ૨૪૩ રનની ઈનિંગ રમનાર મયંક અગ્રવાલને મેન ઓફ ધી મેચ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. પિચ બેટ્સમેન માટે સારી છે. સ્પિનર્સને પણ મદદ મળશે. ખાસ કરીને ત્રીજા દિવસે. કોલકાતામાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. વાદળા રહેવાની શક્યતા છે. તાપમાન ૧૮થી ૨૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ટોસ જીતનાર ટીમ બેટિંગ કરવા ઈચ્છશે.