શહેનશાહ, બાદશાહ અને સિંધમ એટલે કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને અજય દેવગનને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી)એ નોટિસ મોકલી છેલ્લા અમુક વર્ષોના વિદેશી નાણા વ્યવહારની વિગતો આપવા જણાવ્યું છે. બચ્ચન પરિવારમાં અમિતાભ, અભિષેક, જયા અને ઐશ્વર્યાને છેલ્લા ૧૩ વર્ષના વિદેશી નાણાકી વ્યવહારો કે લેવડ-દેવડની વિગતો આપવા સરકારી તંત્રએ જણાવ્યું છે. ફેમાની સેકશન ૩૭ અંતર્ગત આ નોટિસ મોકલવામાં આવી છે. બચ્ચન પરિવારે ૨૦૦૪ થી આજ સુધીની વિગતો આપવી પડશે. નોટિસમાં તપાસ શ‚ થાય તે પહેલા વિગતો આપવા કહેવાયું છે. એ જ રીતે આઈપીએલ ટીમ કલકતા નાઈટ રાઈડર (કેઆરકે)ના માલિક દરજ્જે શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન,પાર્ટનર અભિનેત્રી જુહી ચાવલા વિગેરેને પણ ઈડીએ સમન્સ પાઠવી ફેમાના કેસમાં વિગતો માગી છે. તેમને મુદત આપીને સમયસર વિદેશી આર્થિક વ્યવહારો અંગે ખુલાસો કરવા કહેવાયું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત