કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. તેમને આજે ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ઇડીએ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઇડીએ વર્ષ 2022માં ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે ચાર્જશીટ દાખલ કરી હતી.
વર્ષ 2022માં ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે સીબીઆઈ અને ઇડી કરી રહી છે તપાસ
આ મામલો જમ્મુ-કાશ્મીર ક્રિકેટના ફંડની હેરાફેરી સાથે સંબંધિત છે.
આ ફંડ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિત ઘણા લોકોએ તેમના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યું હતું. સીબીઆઈ દ્વારા જેકેસીએ અધિકારીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે ઈડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર ક્રિકેટ એસોસિએશનપ્રમુખ તરીકેના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
ફારુક અબ્દુલ્લા 2001 થી 2012 સુધી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા.
ઈડી અને સીબીઆઈ બંને તેમની સામેના આરોપોની તપાસ કરી રહી છે.
અગાઉ ઇડીએ ક્રિકેટ એસોસિએશનમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફારુક અબ્દુલ્લાને મે 2022માં દિલ્હીમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું.