બેન્ક અને પેમેન્ટ ગેટવેના 16થી વધુ સ્થળો પર ઇડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું !!!
ભારતીય લોકોને નોકરી આપવા માટે જે પોનઝી સ્કીમ આપવામાં આવી રહી છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં ચાઈનીઝ કંપનીઓ નોકરી આપવાનું કૌભાંડ હાલ આંચરી રહ્યું છે અને તેમની સાથે સલગ્ન થયેલી બેંકો નો પણ ચાઈનીઝ કંપનીઓ ઉપયોગ કરતી નજરે પડી છે આ વાતની જાણ એરફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડીને થતાજ વિભાગે સરચ ઓપરેશન હાથ ધર્યા છે અને ચાઈનીઝ કંપનીઓ સાથે સંલગ્ન 80 જેટલી બેંકના એકાઉન્ટોને પણ સીઝ કરી દીધેલા છે. બેંકો ની વાત કરવામાં આવે તો એચડીએફસી, આઇસીઆઈસીઆઈ, ધનલક્ષ્મી બેન્ક એટલુંજ નહીં ફોનપે, પેટીએમ, ગુગલપે અને એમેઝોન પે નામક પેમેન્ટ ગેટવે પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
હાલ જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં એસી જેટલા બેંક એકાઉન્ટ કે જેનું બેલેન્સ એક કરોડ જેટલું હોય તેમના ઉપર આંકડા પગલા લેવામાં આવ્યા છે અને તે તમામ એકાઉન્ટોને સીઝ પણ કરી દેવાયા છે. નોકરીની લાલચ આપવા માટે આ તમામ પ્રકારની ચાઈનીઝ કંપનીઓની લીંક કોઈ સેલિબ્રિટી ના ફોટો અને વિડીયો સાથે તેની પોસ્ટ કરતી હોય છે જે ઘણા ખરા અંશે લોકો સાથે છેતરપિંડી આચરવાનું કાવતરું ઘડાતું હોય છે. ત્યારબાદ જે કોઈ લોભાવનારી જાહેરાતમાં ફસાઈ ગયેલા વ્યક્તિ નાણાકીય વ્યવહાર કરે છે તે બાદ જે તે વેબસાઈટને બ્લોક કરી દેવામાં આવે છે આવી રીતે લોકો સાથે છેતરપિંડી આ ચરતી ચાઈનીઝ કંપનીઓ ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે.
ઇડીના ડાયરેક્ટર સંજય કુમારનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો !!!
ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રા નો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. સંજય કુમાર મિશ્રા 1984 બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી છે અને તેઓને ઇન્કમટેક્સ કેડર પણ આપવામાં આવેલી છે. વર્ષ 2018 ની 19 નવેમ્બરના રોજ તેઓને બે વર્ષ માટે ઈડીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ ત્રણ વર્ષ એટલે કે એક વર્ષનો કાર્યકાર વધારવામાં આવ્યો છે તેમની સરાહનીય કામગીરીને પણ કેન્દ્ર સરકારે બિરદાવી છે.