પૂર્વ પોલીસ કમિશ્નરે 100 કરોડના હપ્તા અંગે વેરી નાખેલા વટાણા હજુ અનિલ દેશમુખનો કેડો મૂકતા નથી
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા 100 કરોડ રૂપિયાના વસૂલાતના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ બીજી વખત દેશમુખના ઘરે રેડ કરી છે. ઈડીની બંને ટીમે દેશમુખના શિવાજીનગર સ્થિત ઘરમાં રેડ કરી છે.
આ પહેલાં ઈૅડી એ તેમના ઘરે 25 મેના રોજ રેડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ,ઈડીની કાર્યવાહી સવારે 6 વાગ્યે શરૂ થઈ અને હજી સુધી ચાલુ છે. ઈડીએે દેશમુખની વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત કેસ નોંધ્યો છે. ઈડીના કેસમાં અનિલ દેશમુખ સિવાય તેમના નજીકની વ્યક્તિઓનાં પણ નામ હતાં, તેમની પર હવે પગલાં લેવાઈ રહ્યાં છે.
અનિલ દેશમુખ પર છે આ આરોપ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને લખેલા એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે જ મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારી સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે અનિલ દેશમુખે આરોપનો ઈનકાર કર્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટ તરફથી ઈડીએ તપાસના આદેશ પછી દેશમુખને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
સચિન વઝેએ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો
માત્ર પરમબીર સિંહે જ નહિ, પરંતુ સચિન વઝેએ પણ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગેરકાયદે વસૂલીના ટાર્ગેટનો આરોપ લગાવ્યો હતો. વઝેએ ગઈંઅને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે મેં 6 જૂન 2020ના રોજ બીજી વખત ડ્યૂટી જોઈન કરી હતી. મારા જોઈનિંગથી શરદ પવાર ખુશ ન હતા. તેમણે મને બીજી વખત સસ્પેન્ડ કરવા માટે કહ્યું. આ વાત મને અનિલ દેશમુખે જણાવી હતી. તેમણે મને પવાર સાહેબને મનાવવા માટે 2 કરોડ રૂપિયા પણ માગ્યા હતા. આટલી મોટી રકમ મારા માટે આપવી શકય ન હતી. એ પછી ગૃહમંત્રીએ મને તેને પછીથી ચૂકવવા માટે કહ્યું. એ પછી મારું પોસ્ટિંગ મુંબઈના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ(ઈડી)માં થયું.