ઇડીની ટીમે સુરતમાં એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢીમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. અહીંથી હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલવામાં આવતા હોવાની દિશામાં 7 સ્થળોએ પૂછપરછ કરવામાં આવી છે. વધુમાં ઇડીએ આ સ્થળોએથી રૂ. 1 કરોડની રોકડ પણ જપ્ત કર્યાનું જાણવા મળી રહ્યું છે.
હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલાતા હોવાની દિશામાં તપાસનો ધમધમાટ : 7 સ્થળોએ અધિકારીઓએ ધામા નાખી પૂછપરછ હાથ ધરી
સુરત શહેરના અલગ અલગ 7 સ્થળો પર ઇડીના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે. એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઇ છે. અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં ઇડી ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઇડીની ટીમે ટીપી ગ્લોબલ એફએક્સની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર વિદેશી ચલણના વેપાર મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ તપાસ દરમિયાન અમદાવાદમાં 1.36 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 1.2 કિલો સોનુ અને 2 કાર પણ કબ્જે લેવામાં આવી હતી. આ સિવાય બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલા 14.74 લાખ રૂપિયા પણ ફ્રિઝ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ242.39 કરોડની મિલકતનો કબ્જો લેવામાં આવ્યો છે.
ફાઉન્ડેશન સાથે સંકળાયેલ અંદાજે 15 જેટલા બેન્ક ખાતાની તપાસ
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના આ ફાઉન્ડેશનના 7 લોકો સામે તપાસ ચાલી રહી છે. આ લોકો શરૂઆતથી આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં છે. ઇડીના ધ્યાને આવ્યું હતું કે જે હેતુ છે તેનાથી વિપરિત કામગીરી થઈ રહી છે. ઉપરાંત હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલાઈ રહ્યા છે. તપાસમાં અત્યાર સુધી 15થી વધુ બેન્ક એકાઉન્ટની ખણખોદ કરી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં મોટી ગોલમાલની આશંકા અધિકારીઓ સેવી રહ્યા છે.
એઆઈની મદદથી ફોરેકસ ટ્રેડિંગ કરાયાની આશંકા
ઇડી વિભાગ દ્વારા અહીં ફાઉન્ડેશનની જગ્યાએ સર્ચની કામગીરી કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના કર્તાહર્તાઓ દ્વારા ફોરેકસમાં કરોડો નું ટ્રેડિંગ કરવાના આવ્યું હોવાની શંકા ઇ.ડી.વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ફાઉન્ડેશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ટ્રેડિંગ કરવામાં આવ્યું હોવાની શંકા વિભાગને છે. જેના પગલે ઇ.ડી વિભાગની ટીમ દ્વારા ફાઉન્ડેશનની ઓફિસમાં આવેલા કોમ્પ્યુટર સહિત દસ્તાવેજોનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. જે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા રહેલી