- નકલી ID વડે બેંક ખાતા ખોલવા પર EDની લાલ અંખ
- મહારાષ્ટ્ર-ગુજરાતમાં 23 સ્થળો પર EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં કથિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ફ્રોડની તપાસના ભાગરૂપે ગુજરાતના 6 શહેરોમાં 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનનો હેતુ કરચોરી કરનાર વ્યક્તિઓ અને વ્યવસાયો અને GST સિસ્ટમ સાથે ચેડાં કરવા માટે છે.
ED સમગ્ર ભારતમાં મની લોન્ડરિંગ અને અન્ય નાણાકીય ગુનાઓ સાથે સંકળાયેલા વિવિધ કેસોની સક્રિયપણે તપાસ અને કાર્યવાહી કરી રહી છે. તેમજ ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. ફેક IDથી બેન્ક ખાતા ખોલવાની ઘટના મામલે દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદ-સુરત સહિત 23 જગ્યાએ EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) માલેગાંવ સ્થિત એક વેપારી સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારે તેને 100 કરોડથી વધુના વ્યવહારો કરવા માટે વિવિધ લોકોના બેંક ખાતાનો કથિત રીતે દુરુપયોગ કર્યો હતો.
ફેડરલ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ મહારાષ્ટ્રમાં માલેગાંવ, નાસિક અને મુંબઈ અને ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 23 જગ્યાઓ પર સર્ચ કરી રહી છે. આ દરમિયાન મહત્ત્વપૂર્ણ એ છે કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે.