કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો ઇડીની રડાર પર છે. બિશ્નોઈ ગેંગ અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરતા ઇડીએ હરિયાણા અને રાજસ્થાનમાં 13થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા.વાસ્તવમાં આ દરોડો પીએમએલએ હેઠળ પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઇડીને ખબર પડી કે બિશ્નોઈ ગેંગ ઉદ્યોગપતિઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવીને કરોડો રૂપિયા વિદેશ મોકલી રહી છે.

ગુપ્ત દસ્તાવેજો, એકાઉન્ટ બુક્સ, સંપત્તિ દસ્તાવેજો સાથે 5 લાખ રૂપિયા રોકડ જપ્ત : 60 જેટલા બેંક ખાતાઓ પણ શોધી કઢાયા

ઇડીએ મંગળવારે સવારે લગભગ 8 વાગ્યે રાજસ્થાન અને હરિયાણામાં 13 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. સુરેન્દ્ર ઉર્ફે ચીકુ કે જે રેડ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને તેનો નજીકનો સાથીદાર નરેશ ઉર્ફે નરસી કે જે નારનૌલનો દારૂનો ધંધાર્થી છે જે રામપુરાનો ભૂતપૂર્વ સરપંચ રહી ચૂક્યો છે. તેમજ વિનીત ચૌધરી અને અંકુશ ગોયલના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ગેરકાયદેસર રીતે એકઠી કરેલી કમાણી આ દારૂના વેપારીઓ દ્વારા રોકાણ કરવામાં આવતી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં હરિયાણા અને રાજસ્થાનમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીની કાર્યવાહી સુરેન્દ્ર સિંહ ચીકુ પર કેન્દ્રિત હતી, જે ગેંગસ્ટર બિશ્નોઈ અને ખાલિસ્તાની આતંકવાદી જૂથની ખૂબ નજીક છે. ચીકુ તેમની સાથે સીધો સંપર્કમાં રહેતો હતો. દરોડા દરમિયાન ઇડીએ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ગુપ્ત દસ્તાવેજો, એકાઉન્ટ બુક્સ, સંપત્તિ દસ્તાવેજો અને 5 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. 60 જેટલા બેંક ખાતાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ઇડીને જાણવા મળ્યું કે બે લોકો સતીશ કુમાર અને વિકાસ કુમાર એમડીઆર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર છે. જે 12 ઓક્ટોબર, 2020 ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. આ બંને ખાણકામના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. બંને 21.08.2019 થી 15.11.2021 સુધી નિમાવત ગ્રેનાઈટ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. આ કંપની પથ્થર, રેતી અને માટીના ખોદકામ સાથે સંકળાયેલી હતી. ચીકુએ આ કંપનીઓ દ્વારા તેના ગેરકાયદેસર નાણાંનું રોકાણ કરીને તેને કાયદેસર બનાવ્યું હતું. દરોડા દરમિયાન આવી લગભગ 13 મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને તેને પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.