આગવી વહીવટી કુનેહ અને માનવીય સંવેદના ધરાવતા અધિકારીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ : ચૈતન્ય અંજારિયા સારા ગાયક તરીકે પણ પ્રખ્યાત છે 

રાજકોટના ગૌરવ સમાં આઈટીના એડિ. કમિશનર ચૈતન્ય અંજારિયાને કમિશનરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આગવી વહીવટી કુનેહ અને માનવીય સંવેદના ધરાવતા આ અધિકારીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ છે. તેઓને મે મહિનામાં મુંબઈમાં જ પોસ્ટિંગ મળે તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.

ચૈતન્ય અંજારિયા અગાઉ રાજકોટ આવકવેરા વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. હાલમાં તેઓ મુંબઈ ઇન્કમટેક્સમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.  આઇટી વિભાગ દ્વારા ઈન્કમટેક્સ કમિશનર તરીકેનું પ્રમોશન આપવામાં આવતા અધિકારીગણમાં ખુશી ની લાગણી પ્રસરી છે. એડિશનલ કમિશનર અંજારિયા ને સી આઈ ટી નું પોસ્ટિંગ મળતા રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમના પર શુભેચ્છા થઇ રહી છે. તેઓ અબતક સાથે ઘરોબો ધરાવતા હોય અબતક દ્વારા પણ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

3S8A1803

છેલ્લા ત્રણ વરસથી મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકેની જવાબદારી સુપેરે નિભાવી રહેલા ચૈતન્ય અંજારિયા ને તેમના બહોળા અનુભવ અને સફળ કામગીરી માટે સીબીડીટીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુડ રિપોર્ટ રજુ થતા ઉચ્ચ કક્ષાએ થી તેમને પ્રમોશન આપીને એડિશનલ કમિશનર માંથી હવે ઈન્કમટેક્સ કમિશનર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ચૈતન્ય અંજારિયાનું પ્રમોશન મંજૂર થયું છે તેઓને પોસ્ટિંગ મેં મહિનામાં આપવામાં આવશે.  તેઓએ રાજકોટ ઉપરાંત હિંમતનગર,ઇન્દોર, અમદાવાદ, મુંબઈ સહિત અલગ અલગ શહેરોમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે અને તમામ જગ્યાએ તેમની કામગીરી કાબિલેદાદ રહી છે. અગાઉ પણ રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગમાં તેઓ એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના કાર્યકાળ દરમ્યાન કરચોરો પર તવાઈ ઉતારી ને કરોડો રૂપિયાની કરચોરી સરકારની તિજોરીમાં જમા કરાવી હતી.

વહીવટી કુનેહ ધરાવતા અધિકારી સાથોસાથ તેઓ જાણીતા ગાયક પણ છે. સંગીત પ્રેમીઓ માટે રાજકોટ, જામનગર, મોરબી માં અનેક મ્યુઝિકલ શો નિ:શુલ્ક ધોરણે તેમને કર્યા હતા અને આ સૂરીલી સફરમાં તેમના સાથી તરીકે તેમના જીવનસાથી દર્પણ અંજારિયા એ સાથ નિભાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.