કાગળ ઉપર શરૂ થયેલી કંપનીઓ ચોપડે કરોડો રૂપિયાના વ્યવહારો બતાવે છે
બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે દેશવ્યાપી દરોડા પાડીને કરોડોના બોગસ વ્યવહારોની તપાસ આદરી છે. EDદ્વારા શરૂ કરાયેલી આ તપાસમાં અમદાવાદના પણ ઘણા મોટા માાઓની સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે. દેશવ્યાપી દરોડામાં ગુજરાતની ચાર બોગસ કંપનીઓના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. અન્ય રાજયોમાં નોંધાયેલી દસેક બોગસ કંપનીઓ મારફતે ગુજરાતના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ પોતાના કાળાં નાણાં સફેદ કરાવી લીધા હોવાની વિગતો EDપાસે હોવાી હવે આ દિશામાં તપાસ ચાલી રહી છે.
બોગસ કંપનીઓ પર EDએ શરૂ કરેલા ઓપરેશનનો અંદાજ એકાદ મહિના પહેલા જ અમદાવાદ આવેલા CBDTના ચેરમેન સુશીલ ચંદ્રાએ આપ્યો હતો. ચંદ્રાએ જણાવ્યું હતું કે માત્ર કાગળ ઉપર જ શરૂ કરેલી કંપનીઓ કરોડોના વ્યવહારો બતાવે છે. જે વ્યવહારોની મદદી કૌભાંડીઓના બ્લેક મની વ્હાઇટ કરી આપવામાં આવે છે. જેના માટે બોગસ કંપની ઓપરેટ કરનારાઓ તગડું કમિશન લેતા હોય છે. આવી કંપનીઓ સામે કડક પગલાં લેવાશે. બોગસ કંપનીઓની વિગતો એકત્રિત કરાયા બાદ સિનિયર અધિકારીઓની દિલ્હીમાં એક બેઠક મળી હતી. જેમાં EDને દેશવ્યાપી દરોડા પાડીને બોગસ કંપનીઓના કરોડોના વ્યવહારોની તપાસ માટે આદેશ અપાયા હતા.
EDના દેશવ્યાપી દરોડામાં ગુજરાતની ચાર કંપનીઓની તમામ એન્ટ્રીઓ ચેક કરવામાં આવી રહી છે. જેમાં મોટાઓ સો યેલા વ્યવહારો ચકાસવામાં આવી રહ્યા છે. કૌભાંડના ગુજરાત કનેકશની વાત કરીએ તો અન્ય રાજ્યોમાં નોંધાયેલી બોગસ કંપનીઓની ગુજરાતી વેપારી સોના વ્યવહારોની એન્ટ્રીઓ મળી આવી છે. અન્ય રાજયોની દસી વધુ બોગસ કંપનીઓ માત્ર ગુજરાતી ઉદ્યોગપતિઓ સો જ વ્યવહારો કરતી હોવાનું જાણી શકાયું છે. માટે હવે આ તમામ એન્ટ્રીઓની તપાસ તાં ગુજરાતી વેપારીઓની આ કંપનીઓ સોની સંડોવણી ખુલ્લી પડશે. આ કૌભાંડનો આંકડો હજારો કરોડ પહોંચે તેવી સંભાવના છે.
કૌભાંડીઓ મજૂર કે ગરીબ માણસોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના ઓળખના પુરવાનાને આધારે તેમના બેંકમાં ખાતા ખોલાવી દેતા હોય છે. સો સો આવા જ પુરાવાને આધારે માત્ર નામની કંપનીઓ શરૂ કરી દઇ તેના માધ્યમી માત્ર કાગળ ઉપર જ કરોડોના વ્યવહારો પણ બતાવતા હોય છે. જેમાં મોટા માાઓના કાળાના ધોળા કરી આપવામાં આવે છે અને તેના માટે તગડું કમિશન વસુલ કરાય છે. જ્યારે કોઇ એજન્સી તપાસ કરે ત્યારે ડિરેક્ટર તો બીચારો લારી ચલાવતો કે છુટક મજૂરી કરતો મળી આવે છે.