એન્ફોર્સમેન્ટ ડિરેકટરે દુબઈ અને હોંગકોંગથી ૧૩૭ કરોડના ૩૩ પારસલો હસ્તગત કર્યા
ઈન્ફોરસમેન્ડ ડાયરેકટરેટ ઈડીને નિરવ મોદી અને મેહુલ ચોકસીના મની લોડીંરીંગ કેસની તપાસ અને મિલ્કતો ટાંચમાં લેવાની પ્રક્રિયા દરમિયાન બુધવારે હોંગકોંગમાં હિરા, માણેક અને અન્ય કિંમતી જવેરાત અને ચીજ વસ્તુઓની ૧૩૫૦ કરોડ રૂપીયાની સંપતિ ગઈકાલે બુધવારે હસ્તગત કરી હતી.
નિરવ મોદી અને મેહુલ ચોકસી અત્યારે વિદેશમાં બચતા છુપાતા ફરે છે. ઈડીએ જપ્ત કરેલા ૧૦૮ પારસલમાં ૩૨ નિરવ મોદીની માલીકીના અને બાકીનાં મેહુલ ચોકસીની માલીકીના છે. ઈડીએ અગાઉ આજ કેસમાં દુબઈ અને હોંગકોંગથી ૧૩૭ કરોડના ૩૩ પારસલો હસ્તગત કર્યા હતા. આકિંમતી ચીજ વસ્તુઓ નાદાર બની ગયેલા હિરાના વેપારી નિરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી ઈડીએ હોંગકોંગમાં જપ્ત કર્યા હતા.
મેહુલ ચોકસી અને નિરવ મોદી પર બનાવટી ખોટી જામીનગીરીથી પંજાબ નેશનલ બેંક પાસેથી ૧૩૫૦૦ કરોડ રૂપીયાની લોનની છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ છે. ઈડીએ જપ્ત કરેલી કિંમતી મત્તામાં તૈયાર હિરા, માણેક રતન અને ચાંદીની જવેરાત વગેરે છે. અને તે હોંગકોંગની એક લોજીસ્ટીક કંપનીમાં રાખી હતી. આ જવેરાત ગઈકાલે બુધવારે ઈડી મુંબઈ લાવી હતી તપાસનીશ એજન્સીએ દાવો કર્યો છે કે આરોપીઓએ ૨૦૧૮માં આ કિંમતી મતા દુબઈથી હોંગકોંગ મોકલી હતી.
જુલાઈ, ઓગષ્ટ ૨૦૧૮માં આ મુદામાલનો કબ્જો લેવા માટે ઈન્ફોર્સમેન્ટ ડાયરેકટર અધિકારીઓએ હોંગકોંગના સતાવાળાઓની સાથે મસલતો શરૂકરી હતી. અધિકારીઓ સતતપણે હોંગકોંગના સતાવાળાઓ સાથે વાટાઘાટો કરીને ૧૩૫૦ કરોડ રૂની કિમંતની આ મતા ભારતમાં લાવવા માટેની તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી કરી હતી. ભારે જહેમત અને લાંબી કાયદાકીય પ્રક્રિયાઓ પુરી કરીને અંતે આ મતા સ્વદેશ લાવવામાં ઈડીને સફળતા મળી છે.