એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટીના અમરગઢના ધારાસભ્ય જસવંત સિંઘ ગજ્જનમાજરાની ગયા વર્ષે તેમની સામે નોંધાયેલા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ કેસના સંબંધમાં ધરપકડ કરી છે.
ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે ગજ્જનમાજરાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કારણ કે તેઓએ આ કેસમાં પૂછપરછ માટેના ચાર સમન્સ ટાળ્યા હતા. તેમને સોમવારે સાંજે મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું.
જુના કેસમાં ચાર સમન્સને ગણકાર્યા ન હોય, ચાલુ સભાએ તેની અટકાયત કરી સાંજે મોહાલી કોર્ટમાં રજૂ કરાશે
ગજ્જનમાજરા સવારે માલેરકોટલા જિલ્લાના અમરગઢમાં આપ કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી જલંધર ઇડીની ટીમે તેઓની અટકાયત કરી હતી.
સપ્ટેમ્બર 2022 માં, ઇડીની એક ટીમે, અમરગઢ ખાતે તેમના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી શાળા અને પશુઓના ચારાની ફેક્ટરી ઉપરાંત ગજ્જનમાજરાના ઘર પર દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે રૂ.40.92 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ તેમની મિલકતોની તપાસ કર્યા પછી ઇડીએ તેમની વિરુદ્ધ પીએમએલએ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન રૂ.16.57 લાખની રકમ, 88 વિદેશી ચલણી નોટો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આ બેન્ક ફ્રોડમાં ગજ્જનમાજરા ઉપરાંત બલવંત સિંઘ, કુલવંત સિંઘ, તેજિન્દર સિંઘ, મેસર્સ તારા હેલ્થ ફૂડ્સ લિમિટેડ તેના ડિરેક્ટર્સ મેસર્સ તારા કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર્સ આરોપીઓમાં સામેલ છે.
લુધિયાણામાં બેંક ઓફ ઈન્ડિયાની શાખાએ માલેરકોટલાના ગૌંસપુરામાં ગજ્જનમાજરાની ફર્મ સામે ફરિયાદ કર્યા બાદ સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્યાન્નના વેપાર સાથે સંકળાયેલી આ પેઢીને 2011-14થી ચાર અંતરાલમાં બેંક દ્વારા લોન મંજૂર કરવામાં આવી હતી. બેંકની ફરિયાદમાં તેના નિર્દેશકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેઢીએ કાલ્પનિક સ્ટોક અને ખોટા અને અપ્રમાણિક ઈરાદા સાથે છેતરી હતી. બેંકે કહ્યું કે જે લોન લેવામાં આવી હતી તે હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.