એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં જ મુંબઈ અને ચેન્નાઈમાં રૂ. 129 કરોડની કથિત ગેરરીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સર્ચ હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે રોકડ, બેંક બેલેન્સ અને રૂ. 45 કરોડથી વધુના શેર ફ્રીઝ કર્યા છે.
ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ સહીત 14 સ્થળો પર દરોડાની કાર્યવાહી
એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ 29-30 નવેમ્બરના રોજ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી દરમિયાન ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ શ્રીરામ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ)ના ભૂતપૂર્વ કર્મચારી રામાપ્રશાંત રેડ્ડી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે ગ્લોબલ ફંડ હાઉસ જેન્ડર દ્વારા 2017માં હસ્તગત કરવામાં આવ્યું હતું.ઇડીએ જણાવ્યું હતું કે પુખરાજ જૈન પરિવાર (સાલેમ સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોર સ્ટાર એસ્ટેટ એલએલપી, મેસર્સ હાઇ હિલ્સ એલએલપી) અને રાજેશ ઉર્ફે સરવનન જીવનનંદમ (જેકેએસ ક્ધસ્ટ્રક્શન, સુયંભુ પ્રોજેક્ટ્સ) દ્વારા નિયંત્રિત કેટલીક અન્ય કંપનીઓમાં સામેલ હતો. એસકે ટ્રેડર્સ, એસવેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીઆર પ્રોજેક્ટ્સ અને કાર્તિક ટ્રેડર્સ)માં પણ સર્ચ હાથ ધરાયું હતું.
મની લોન્ડરિંગનો મામલો ચેન્નઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ્ડી અને અન્ય લોકો સામે રૂ.129 કરોડની ગેરઉપયોગ માટે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ઉભો થયો હતો. ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કેસ નોંધ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કાર્યવાહી : મુંબઈ-ચેન્નઈમાં
દરોડા પાડી 45 કરોડની રોકડ અને બેંક ડિપોઝિટ જપ્ત
ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ સહીત 14 સ્થળો પર દરોડાની કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં જ મુંબઈ અને ચેન્નાઈમાં રૂ. 129 કરોડની કથિત ગેરરીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સર્ચ હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે રોકડ, બેંક બેલેન્સ અને રૂ. 45 કરોડથી વધુના શેર ફ્રીઝ કર્યા છે.
એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ 29-30 નવેમ્બરના રોજ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી દરમિયાન ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ શ્રીરામ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ)ના ભૂતપૂર્વ કર્મચારી રામાપ્રશાંત રેડ્ડી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે ગ્લોબલ ફંડ હાઉસ જેન્ડર દ્વારા 2017માં હસ્તગત કરવામાં આવ્યું હતું.ઇડીએ જણાવ્યું હતું કે પુખરાજ જૈન પરિવાર (સાલેમ સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોર સ્ટાર એસ્ટેટ એલએલપી, મેસર્સ હાઇ હિલ્સ એલએલપી) અને રાજેશ ઉર્ફે સરવનન જીવનનંદમ (જેકેએસ ક્ધસ્ટ્રક્શન, સુયંભુ પ્રોજેક્ટ્સ) દ્વારા નિયંત્રિત કેટલીક અન્ય કંપનીઓમાં સામેલ હતો. એસકે ટ્રેડર્સ, એસવેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીઆર પ્રોજેક્ટ્સ અને કાર્તિક ટ્રેડર્સ)માં પણ સર્ચ હાથ ધરાયું હતું.
મની લોન્ડરિંગનો મામલો ચેન્નઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ્ડી અને અન્ય લોકો સામે રૂ.129 કરોડની ગેરઉપયોગ માટે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ઉભો થયો હતો. ગેટવે ઓફિસ પાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કેસ નોંધ્યો હતો.