ઇકો ઝોનમાં આવતી વાડી, મકાનમાં ચણતર કામ સરળતાથી થઈ શકશે
ઇકો સેન્સેટિવ ઝોન માં માળખાગત સુવિધાઓ વધારવા માટે સુપ્રીમ કોર્ટે છૂટછાટ આપી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સુવિધાઓને લઈ ઇકો સેન્સેટિવ ઝોન બાધા રૂપ ન બની શકે. ત્યારે એકો સેન્સિટીવ ઝોનના 1 કિમીની હદમાં વાડી વિસ્તારમાં આવતી વાડીઓ મકાન માં ચણતર કામ હવે સરળતા થી કરી શકાશે. સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઇકોસન્સિટીવ ઝોનમાં ઘણા ગામડાઓ આવેલા છે પરંતુ જો તેને માળખાગત સુવિધાઓ આપવામાં નહીં આવે તો તેમનો વિકાસ શક્ય નહીં બને પરંતુ સુપ્રીમ કોર્ટે એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખનીજ પ્રવૃત્તિઓ ઉપર હાલ રોક લગાવવામાં આવી છે તે નિયમ યથાવત રહેશે.
ઇકો સેન્સેટિવ ઝોન ને વિકસિત કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વન્ય પ્રાણીઓની ગતિવિધિ અને તેમની પ્રવૃત્તિઓ યથાવત જળવાઈ રહે અને તેમને કોઈ પણ પ્રકારની નુકસાનીનો સામનો ન કરવો પડે ત્યારે વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ અનેકવિધ કાયદાઓમાં બદલાવ કરવામાં આવ્યા છે ત્યારે ખરા અર્થમાં ઇકોનો મૂળભૂત હેતુ જ બદલાઈ જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બેન છે આ અંગે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં પર્યાવરણ અને જંગલ વિસ્તારને વિકસિત કરવા માટે અને વાતાવરણને સુમેળ બનાવવા માટે આ નિર્ણય નિયમની અમલવારી ઝડપથી કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે એ અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે જે પ્રોહીબીટેજ લિસ્ટ જે છે અને જે વિસ્તારો છે તેમાં કોઈપણ પ્રકારની પરવાનગી તંત્રને જાણ કર્યા વગર નહીં લઈ શકાય.
ઇકોસેનસીટીવ ઝોન વિસ્તારમાં હોટલ બનાવવા માટેની પરવાનગી જંગલ ખાતું આપતું હોય છે માત્ર જો કોઈ પણ કામ રીસ્ત્રીક કરી દેવામાં આવ્યું હોય તો તે ખાણ ખનીજ એટલે કે માયનિંગનું છે. એ પણ વ્યક્તિ ઇકોસેન્સેટિવ ઝોનમાં આવતા તેમના ખેતરમાં કૂવો અથવા તો વાડીમાં મકાન બનાવવા ઇચ્છતા હોય તો તેઓ મંજૂરી સાથે તેનું નિર્માણ પણ કરી શકે છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે જો બફર ઝોનમાં વિકાસ કરવામાં આવે તો તે વન્ય સૃષ્ટિ માટે સારું નથી કારણ કે વન્ય જીવો ને એક્ટિવ કોરિડોર આપવો ખૂબ જ જરૂરી છે જેથી તેમની જીનેટીક ડાઈવર્સિટી વધે. માનવ વસવાટ વધે છે તેનાથી વન્ય જીવો દૂર જતા જોવા મળે છે જે ખરા અર્થમાં વન્ય જીવસૃષ્ટિ માટે સારું નથી.
ઇકો સેન્સિટીવ ઝોનનો હેતુ બદલાઈ રહ્યો છે : ભૂસણભાઈ પંડ્યા
ઇકો સેન્સેટિવ ઝોન અંગે જાગૃત એવા ભૂષણભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકારવામાં આવે છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે આ નિયમની અમલવારીથી ઇકો સેન્સેટિવ ઝોનનો હેતુ બદલાઈ રહ્યો છે એટલું જ નહીં હવે વાડી વિસ્તારમાં કોઈ પણ પ્રકાર ના ચણતર કામ સરળતાથી થઈ શકશે અને સામે કોમર્શિયલ એક્ટિવિટી પણ વધી જશે. જો આ નિર્ણય જથાવત રહ્યો તો આવનારા દિવસોમાં આ તમામ નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી થઈને જ રહી જશે અને વન્ય જીવ સૃષ્ટિને તેની માઠી અસરનો સામનો કરવો પડશે.
ખરા અર્થમાં સરકાર અને સુપ્રીમ કોર્ટે આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી બન્યો છે અને ત્યારબાદ જો વન્ય જીવ સૃષ્ટિને ધ્યાને નિર્ણય લેવાય તો જ જે તે વિસ્તારનો વિકાસ શક્ય બનશે. ઇકો સેન્સેટિવ ઝોન ની એક કિલોમીટરની હદ નક્કી કરવા માટેનો મુખ્ય હેતુ એ જ હતો કે આ વિસ્તારમાં કોઈ પણ એ પ્રકારની પ્રવૃત્તિઓ ન થાય કે જેનાથી વન્ય જીવ સૃષ્ટિને ખલેલ પહોંચે.