ખેતીમાં ઝડપી સુધારો થતાં નાણાકીય વર્ષ
2022માં વૃદ્ધિ દર બે આંકડામાં પહોંચે તેવી આશા
અબતક, નવીદિલ્હી
કોરોના ની પરિસ્થિતિ બાદ દેશનો વૃદ્ધિ દર મહદ અંશે સુધાર આવ્યો હતો પરંતુ જેમ સ્થિતિ થાળે પડતી ગઈ તેમ તેમ ભારતના વૃદ્ધિદરમાં અનેક અંતરે વધારો જોવા મળ્યો છે ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર એટલે કે બીજા ક્વાર્ટરમાં દેશનો વૃદ્ધિદર 8.4 ટકા એ રહ્યો હતો. ત્યારે આગામી નાણાકીય વર્ષ 2022 માં પણ આ આંકડો ડબલ ટિકિટમાં પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં આ ખેતી આવવા પાછળનું મુખ્ય કારણ જે સાધનો દ્વારા આપવામાં આવ્યું છે તે એ છે કે હાલ ખેતી ક્ષેત્રે અને સુધારાઓ આવી રહ્યા છે અને સામે સંરક્ષણ ક્ષેત્રમાં પણ વૃદ્ધિ થઈ રહી છે પરિણામે દેશનો વૃદ્ધિ દર વર્ષે તેવી સ્પષ્ટ સંકેતો જોવા મળે છે.
સામે જે રીતે વિકાસ દરમાં વૃદ્ધિ આવી છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે લોકડાઉન બાદ જે તીવ્ર ગતિથી તમામ આર્થિક બાબતો વૃદ્ધિ કરી છે તેની સીધી અસર દેશના વૃદ્ધિદર પણ જોવા મળી છે. ક્યાંકને ક્યાંક ઘણા અર્થશાસ્ત્રીઓ નું માનવું છે કે બીજા ક્વાર્ટરમાં જે વૃદ્ધિદર જોવા મળ્યો છે તે અપેક્ષા કરતાં ઓછો છે પરંતુ સાર્વત્રિક રીતે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જે રીતે ભારત દેશની અર્થવ્યવસ્થા ગતિ પકડી છે તેનાથી ઘણો ખરો સુધારો પણ જોવા મળ્યો છે. તરફ સરકાર પણ ખેતીક્ષેત્ર સહિતના અન્ય ક્ષેત્રો કે તેની વૃદ્ધિ થતાં દેશની અર્થવ્યવસ્થા સમૃદ્ધ થાય છે તેવા ક્ષેત્રોને ઝડપી વિકસિત કરવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
સરકારનું માનવું છે કે ટ્રેડ, હોટલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન સર્વિસ સહિતના તમામ ક્ષેત્રોમાં આવનારા સમયમાં ખૂબ વિશાળ પાયે વૃદ્ધિ જોવા મળશે. જેની અસર દેશના અર્થતંત્ર ઉપર પણ થશે. હેલો થી નહીં બીજી તરફ ભારત દ્વારા જે વિકાસ કરવામાં આવવો જોઇએ તે ઘરમાં પણ અનેક અંશે વધારો નોંધાયો છે તેની હકારાત્મક અસર પણ જીડીપી ઉપર જોવા મળી છે. એ વાતની પણ સતત શક્યતા સેવાઇ રહી છે કે આવનારા નાણાકીય વર્ષ 2022 માં ભારતનો વૃદ્ધિદર બે આંકડામાં પહોંચવા જે મહેનત કરવામાં આવી રહી છે તેમાં નિકાસ પણ મહત્વની ભૂમિકા ભજવશે.