અર્થતંત્રનો એપ્રિલથી જુન સુધીનો વૃદ્ધિ દર સાંજે થશે જાહેર
દેશમાં વધતી જતી માંગ અને સેવા ક્ષેત્રે તેજીથી ક્વાર્ટર-1માં જીડીપી 7.8 ટકા નજીક રહેવાનો અંદાજ
માળખાગત સુવિધામાં જબરદસ્ત વધારાને લઇ પ્રથમ ક્વાર્ટરમાં અર્થતંત્ર ટનાટન રહ્યું છે. આજે સાંજે તેનો જીડીપી જાહેર થવાનો છે. આ જીડીપી 7.8 ટકા નજીક રહે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.
દેશના સર્વિસ સેક્ટરમાં તેજી, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઊંચા મૂડી ખર્ચ અને મજબૂત વપરાશને કારણે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર 7.8 ટકાની નજીકના દરે વૃદ્ધિ પામવાની સંભાવના છે, અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે. કે મોડેથી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે મૂડી ખર્ચ પર ફોકસ વધાર્યું છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે, એપ્રિલથી જૂનમાં ભારતની અર્થવ્યવસ્થા એક વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામવાની સંભાવના છે. જેને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેપેક્સ, મજબૂત વપરાશની માંગ અને સેવાઓ ક્ષેત્રે ઉચ્ચ પ્રવૃત્તિઓ માટે તેમના વોલેટ્સ ખોલીને પ્રોત્સાહન આપ્યું છે. 20 અર્થશાસ્ત્રીઓના પોલમાં સરેરાશ આગાહીએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો જે એપ્રિલ 1થી શરૂ થયો હતો. પોલમાં અંદાજિત રેન્જ 7.5થી 8.5 ટકા હતી. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 8 ટકાના વિકાસ દરની આગાહી કરી છે.
નાણાકીય વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 6.1 ટકા વધ્યો હતો, તે નાણાકીય વર્ષ 2023 માં 7.2 ટકાના દરે વધ્યો હતો. સેવાઓની માંગ અને રોકાણની પ્રવૃત્તિમાં સતત સુધારો, અને કોમોડિટીના નીચા ભાવોએ વૃદ્ધિને વેગ આપ્યો જ્યારે કમોસમી ભારે વરસાદ, નાણાકીય સખ્તાઈ અને નબળી બાહ્ય માંગની પાછળની અસરે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ પર થોડું દબાણ લાદ્યું. અર્થશાસ્ત્રીઓએ અભિપ્રાય આપ્યો છે કે ભારતના સેવા ક્ષેત્રે સંભવત: આગળનું સ્થાન મેળવ્યું છે, જે નાણાકીય વર્ષ 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં જોવા મળ્યું હતું.
સર્વિસ સેકટરની વૃદ્ધિ 13 વર્ષની ટોચે
જુલાઈમાં ભારતની સર્વિસ સેક્ટરની વૃદ્ધિ 13 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. આઇસીઆરએએ તેના અહેવાલમાં અનુમાન લગાવ્યું છે કે સેવાઓનું ગ્રોસ વેલ્યુ એડેડ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 9.7 ટકા વધવાની સંભાવના છે જે 2023ના ક્વાર્ટર-4માં 6.9 ટકા હતી. વર્ષ 2024 ના ક્વાર્ટર 1 માં આર્થિક પ્રવૃત્તિને સેવાઓની માંગમાં સતત વધારો અને સુધારેલી રોકાણ પ્રવૃત્તિ, ખાસ કરીને સરકારી મૂડી ખર્ચમાં આવકારદાયક ફ્રન્ટ લોડિંગ દ્વારા વેગ મળ્યો હતો. તેમ આઇસીઆરએના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે નોંધ્યું હતું.
મૂડી ખર્ચમાં 58%નો વધારો
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે તાજેતરના મહિનાઓમાં મૂડી ખર્ચ પર તેનું ધ્યાન કેન્દ્રિત ચાલુ રાખ્યું છે. એપ્રિલ-જૂન 2023 દરમિયાન મૂડીખર્ચ વધીને આશરે રૂ. 2,78,500 કરોડ થયો છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન ખર્ચવામાં આવેલા રૂ. 1,75,000 કરોડ હતો. આમ મૂડી ખર્ચના 58 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે સંભવત ક્વાર્ટરમાં અંદાજપત્રીય રકમના 27.8 ટકા ખર્ચ કર્યો હતો, જ્યારે રાજ્ય સરકારોનો ખર્ચ 12.7 ટકા હતો. વધુમાં, કેન્દ્ર અને 23 રાજ્યો (અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, મણિપુર અને મેઘાલય સિવાય) દ્વારા મૂડીરોકાણ ખર્ચ વાર્ષિક ધોરણે 59.1 ટકા અને 76 ટકા વધ્યો હતો. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં મૂડી ખર્ચમાં 41 ટકા સુધીનો વધારો જોવા મળ્યો, તેમ એસબીઆઈના સંશોધન અહેવાલ દર્શાવે છે.