ઓક્ટોબર મહિનો અર્થતંત્રને મોટું બુસ્ટર આપવાનું છે. કારણકે આ મહિને વાહનોની અને મિલકતની ધૂમ ખરીદી થઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર આ મહિને પુર બહારમાં ખીલ્યું છે. સાથોસાથ વાહનોનું ડિસ્પેચ 3.80 લાખને આંબ્યુ છે. તદ્દઉપરાંત ઓટો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 13.5 ટકા રહ્યો છે. આમ અર્થતંત્ર આ મહિને ટનાટન રહ્યું છે.

ભારતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પૂરપાટ ઝડપે દોડી રહી છે. ગ્રાહક વર્ગની મજબૂત માંગની સામે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ રેકોર્ડબ્રેક કારનો જથ્થો સપ્લાય કર્યો છે. ઓક્ટોબર માસમાં આ ઉદ્યોગે તમામ રેકોર્ડ તોડી આશરે 3.80 લાખ કારની સપ્લાય કર્યાનો અહેવાલ સામે આવ્યો છે.

ઓક્ટોબર માસમાં 3.80 લાખ વાહનોના ડીસ્પેચ સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રે રેકોર્ડ સર્જયો

ઉદ્યોગના અનુમાન મુજબ સપ્ટેમ્બર માસમાં 362,000 કારની અગાઉની ઊંચી સપાટીને વટાવીને ઓક્ટોબર મહિના દરમિયાન 380,000-385,000 કારની સપ્લાય કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે, પાછલા વર્ષ કરતાં 13.5-14.5%ની વૃદ્ધિ નોંધાઈ છે.

આ તહેવારોની સિઝનમાં કારનું વેચાણ વિક્રમી ઊંચાઈએ પહોંચવાની ધારણા છે, કારણ કે દિવાળીના તહેવાર સાથે તહેવારોની મોસમ બે અઠવાડિયામાં સમાપ્ત થઈ રહી હોવાથી ઓક્ટોબર મહિનો આવી મજબૂત વૃદ્ધિના છેલ્લા મહિનાઓમાંનો એક છે. માંગ સાથે પુરવઠાને ફરીથી ગોઠવવા માટે ઉત્પાદકો નવેમ્બરથી ડિસ્પેચમાં ઘટાડો કરે તેવી સંભાવના આગામી મહિનાઓમાં વેચાણની માત્રાને મધ્યમ કરી શકે છે.

ઑક્ટોબર એ સળંગ ત્રીજો મહિનો છે જ્યારે માસિક જથ્થાબંધ વોલ્યુમે અગાઉની ઊંચી સપાટી તોડી હતી. ઓક્ટોબર વોલ્યુમ 3,80,000 કારને સ્પર્શી જવાની સંભાવના સાથે કેલેન્ડર વર્ષના પ્રથમ દસ મહિનામાં કુલ કારનું વેચાણ 3.45 મિલિયન યુનિટને આંબી જવાની શક્યતા છે, જે વાર્ષિક ધોરણે 9%ની વૃદ્ધિ દર્શાવે છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઓક્ટોબર હજુ રેકોર્ડ રવાનગીનો બીજો મહિનો હશે. જોકે, તેમણે સ્વીકાર્યું કે ઓક્ટોબરમાં સ્ટોક ઘટાડો અપેક્ષિત સ્તરે થયો નથી.

નવરાત્રિ અને દશેરાના દસ દિવસમાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં માત્ર 2% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. વાહનના રિટેલ વેચાણ અનુસાર દશેરા પછીના પાંચ દિવસમાં રિટેલ વેચાણ 19% વધ્યું છે.

ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા)ના ચેરમેન વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે, આ વખતે અમારી પાસે સતત ત્રણ સારા મહિનાઓ માટે સારો સમયગાળો હશે.

દેશન મોટા શહેરોમાં નવરાત્રી પર્વને લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટી તેજી જોવા મળી હતી.નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ઓક્ટોબર દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં મિલકતોની નોંધણી વાર્ષિક 26 ટકા વધીને 10,607 યુનિટ થઈ છે . મુંબઈ શહેરમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં કુલ 8,422 મિલકતોની નોંધણી કરવામાં આવી હતીકુલ નોંધાયેલ મિલકતોમાંથી, રહેણાંક એકમો 80 ટકા છે. ઓક્ટોબર 2023માં નોંધણી છેલ્લા 11 વર્ષમાં સૌથી વધુ છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, મુંબઈ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટ પ્રભાવશાળી સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે, જે સતત 10,000 પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનની થ્રેશોલ્ડને વટાવી રહ્યું છે.ટ્રેન્ડ પર ટિપ્પણી કરતા, ક્રેડાઈના પ્રમુખ બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને હાઉસિંગ વેચાણનો વધુ એક મજબૂત મહિનો જોવા મળ્યો છે, જે ખાસ કરીને ચાલી રહેલી તહેવારોની સિઝનમાં ઘર ખરીદનારાઓની સકારાત્મક ભાવનાઓની વધુ માન્યતા છે.

સરકારે હાથ ઉઠાવી લેતા ઇલેક્ટ્રિક વાહનોનો ‘પાવર’ ઘટ્યો!!

કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્તરે ટેક્સ બેનિફિટ અને સબસિડીમાં ઘટાડો થવાને કારણે ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉદ્યોગને નોંધપાત્ર ફટકો પડ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન(ફાડા) ગુજરાતના અનુમાન મુજબ દશેરા પર્વ કે જે વાહનો ખરીદવા માટે પરંપરાગત રીતે શુભ અવસર છે, તે ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ ગયો છે અને પરિણામે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 30%નો નોંધપાત્ર ઘટાડો થયો. ઉલ્લેખનીય બાબત છે કે, સબસિડી બંધ થવાથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પર નોંધપાત્ર અસર પડી છે, જેના કારણે ગ્રાહકની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આશરે 14%ની વૃદ્ધિ

ભારતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પૂરપાટ ઝડપે દોડી રહી છે. ગ્રાહક વર્ગની મજબૂત માંગની સામે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ રેકોર્ડબ્રેક કારનો જથ્થો સપ્લાય કર્યો છે. ઓક્ટોબર માસમાં આ ઉદ્યોગે તમામ રેકોર્ડ તોડી આશરે 3.80 લાખ કારની સપ્લાય કર્યાનો અહેવાલ સામે આવ્યો છે. ઉદ્યોગના અનુમાન મુજબ સપ્ટેમ્બર માસમાં 362,000 કારની અગાઉની ઊંચી સપાટીને વટાવીને ઓક્ટોબર મહિના દરમિયાન 380,000-385,000 કારની સપ્લાય કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે, પાછલા વર્ષ કરતાં 13.5-14.5%ની વૃદ્ધિ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.