- કુલ 91માંથી 35 આઇપીઓને 50 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું જ્યારે 66 આઇપીઓને 10 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું
2024માં ભારતીય ઇક્વિટી ફંડ એકત્રીકરણ રૂ. 3.99 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. જેનું મુખ્ય કારણ પ્રારંભિક શેર વેચાણ એટલે કે આઇપીઓનો સેલાબ આવ્યો હતો. કારણ કે રોકાણકારોનો રસ સમગ્ર વર્ષ દરમિયાન મજબૂત રહ્યો. રાઇટ્સ ઇશ્યૂને બાદ કરતાં, ઇક્વિટીમાંથી એકત્ર કરાયેલી રકમ રૂ. 3.73 કરોડ રહી, જે પાછલા વર્ષના સમયગાળાની સરખામણીમાં 159% નો વધારો દર્શાવે છે.
અહેવાલ મુજબ, 91 ભારતીય કંપનીઓએ બંને એક્સચેન્જ પર લિસ્ટેડ આઇપીઓ દ્વારા રૂ. 1.59 લાખ કરોડ એકત્ર કર્યા. આ 2023 માં કંપનીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમ કરતા 3 ગણું વધારે છે. આ વર્ષે હ્યુન્ડાઇનો સૌથી મોટો આઇપીઓ પણ આવ્યો, જેણે 27,859 કરોડ રૂપિયા એકત્ર કર્યા. નવા યુગની ટેકનોલોજી કંપનીઓએ 2 વર્ષ શાંતિ બાદ 8 આઇપીઓ સાથે 21,438 કરોડ રૂપિયા એકત્ર કર્યા.
જનતા તરફથી એકંદરે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો કારણ કે 91 માંથી 35 આઇપીઓ ને 50 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું અને તેમાંથી 66 આઇપીઓને 10 ગણાથી વધુ પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ રોકાણકારો તરફથી આઇપીઓ માટે રસનું સ્તર પણ આસમાને પહોંચ્યું કારણ કે 2024 માં રિટેલ તરફથી અરજીઓની સરેરાશ સંખ્યા વધીને 18.87 લાખ થઈ ગઈ જે ગયા વર્ષે 13.21 લાખ હતી. વારી એનર્જીને રિટેલ તરફથી સૌથી વધુ 70.13 લાખ અરજીઓ મળી હતી.
મજબૂત લિસ્ટિંગ કામગીરીને કારણે આઇપીઓ પ્રતિભાવમાં વધુ વધારો થયો હતો જ્યાં સરેરાશ
લિસ્ટિંગ લાભ 28.68% થી વધીને 30.25% થયો હતો. લિસ્ટિંગના દિવસે 91 આઇપીઓમાંથી લગભગ 61 આઇપીઓ એ 10% થી વધુ વળતર આપ્યું. હાલમાં, 2024 માં બજારમાં આવવાના 91 આઇપીઓ માંથી, લગભગ 65 આઇપીઓ ઇશ્યૂ કિંમત કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. હકીકતમાં, 2024 ના 91 આઇપીઓનું સરેરાશ વળતર 44.31% રહ્યું છે.
2024 ના વર્ષમાં 167 કંપનીઓએ મંજૂરી માટે સેબીમાં તેમના ઓફર દસ્તાવેજો ફાઇલ કર્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ હતો. વર્ષ 2025 માટે પણ સંભાવનાઓ એટલી જ આશાસ્પદ છે, કારણ કે 28 કંપનીઓ રૂ. 46,000 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત કરી રહી છે અને તેમને સેબીની મંજૂરી મળી ગઈ છે, જ્યારે 80 અન્ય કંપનીઓ રૂ. 1,32,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે અને તેમને સેબીની મંજૂરી મળી ગઈ છે. સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.