વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા શિતકાલીન સત્રના અંતિમ દિવસે આર્થિક પછાત સવર્ણોને અપાયેલા આર્થિક પેકેજ દેશની વર્તમાન રાજકીય સ્થિતિમાં લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પૂર્વનો નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટોક સાબીત થશે.
આર્થિક પછાત સવર્ણોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે હમણા બનનારા આ આર્થિક પેકેજનામાથી સરકારને બંધારણમાં ફેરફાર કે અનામત મુસદાના સુધારા જેવી કોઈ કવાયત કરવાની જ‚ર નહી રહે. ગઈકાલે જાહેર કરવામાં આવેલી આ જોગવાઈને અમલમાં લાવવા માટે બંધારણના અનામત અંગેના નિયમોનો કોઈ સંજોગોમાં ભંગ થવાનો નથી જે સવર્ણો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ધારાધોરણ અને નબળી આર્થિક સ્થિતિની પરીભાષામાં આવતા હશે તેવા તમામ બીન અનામત રીતે ધર્મ જાતી વર્ગના ભેદભાવ વિના મદદ મળી રહેશે. સવર્ણોને આર્થિક પેકેજ જેવી આ જોગવાઈનો વિરોધ કરવાની ભાજપના વિરોધીઓ પાસે જરા પણ તક રહી નથી અનામત અને આર્થિક અસમાનતા જેવા મુદે દેશનું રાજકારણ વારંવાર ડહોળનારા તમામ વર્ગ પર નરેન્દ્ર મોદી સરકારનો આ કારગત રાજકીય પ્રહાર અને સમગ્ર દેશના તમામ વર્ગના બીન અનામત વર્ગના સવર્ણો માટે આવકારદાયક આ પગલુ દેશના રાજકીય અને સામાજીક ક્ષેત્રે બની રહે છે.
સવર્ણોને ૧૦ ટકા આર્થિક પેકેજ ને અનામતની વ્યાખ્યામાં લેવાનું નથી પણ આ આર્થિક પેકેજથી આર્થિક પછાત વર્ગનાં તમામ વર્ગના સવર્ણોને આર્થિક શૈક્ષણીક લાભ મળશે. આ પેકેજથી હાલ અનામતનો લાભ લેનારા કવોટામાથી કોઈ ભાગ પાડવાની કે બંધારણમાં સુધારો કરવાની જરૂરત નહી રહે દરેક સવર્ણો કે જે સરકારે નિયત કરેલા આર્થિક પછાત પણાની પરીભાષામાં આવનારા તમામ સવર્ણોને ખાસ પેકેજમાંથી લાભ આપવાની જોગવાયમાં જેની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોય, પાંચ એકરથી ઓછી ખેતીની જમીન, ૧૦૦૦ ફૂટનું નાનુ ઘર હોય, ૧૦૦ યાર્ડથી ઓછા પ્લોટ, ૨૦૦ યાર્ડથી નાનો ગ્રામ્ય વિસ્તારનો પ્લોટ અને એકવારની મર્યાદામાં આર્થિક પછાત પેકેજનો લાભ આપવાની આ જોગવાયમાં મોટાભાગના મધ્યમવર્ગ-ગરીબ અને નાના સીમાંત ખેડુતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના આ પેકેજથી આર્થિક પછાત વર્ગના સવર્ણોને જીવન ધોરણ ઉંચુ લાવવા શિક્ષણ, સહાય આપવામાં અત્યાર સુધી બીન અનામત વર્ગમાં હોવાનો વસવસો રહેતો હતો તેના ન્યાયપૂર્ણ ઉકેલ અને સંતોષ સાથે જીવન સુધારવાની તક પુરી પાડશે.
વડાપ્રધાન નરન્દ્રમોદી સરકાર દ્વારા ખૂબજ ચીવટ પૂર્વકના અભ્યાસ વર્તમાન જરૂરીયાત અને સામાજીક આર્થિક અસમાનતા દૂર કરી ગરીબ આર્થિક પછાત સવર્ણો માટેનું આ આર્થિક પેકેજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના પાંચ વર્ષનાં શાસનકાળ દરમ્યાન લેવાયેલા કેટલાક મહત્વના ક્રાંતીકારી પગલાઓમાં સૌથી વધુ અસરકર્તા અને દેશના રાજકારણ જ નહી પણ સામાજીક આર્થિક ક્ષેત્રે એક નવી ક્રાંતી લાવનાર બની રહેશે.
સરકારના આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકાના આર્થિક પેકેજનો અમલ સાવ સરળતાથી લાગુ કરી શકાય સવર્ણોને ન્યાય અપાવવામાં કયાંક ઓબીસી અને અનામત વર્ગને અન્યાય નહી થાય.