- ફોર્બ્સની વિશ્ર્વના સૌથી ધનિકોની યાદીમાં અદાણી ચોથા સ્થાને પહોંચ્યા, બિલ ગેટસ પાંચમા સ્થાને
- બિલ ગેટ્સની નેટવર્થ 102 બિલિયન ડોલર, ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની સંપત્તિ 114 બિલિયન ડોલ
આર્થિક અંબાણીએ ચડીને અદાણીએ હવે ધનિકોની વૈશ્વિક રેસમાં બિલ ગેટ્સને પાછળ રાખી દીધા છે. ગૌતમ અદાણી હવે ફોબ્ર્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ચોથા સ્થાને છે. તેઓએ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. ફોબ્ર્સના અબજોપતિઓની રીઅલ-ટાઇમ રેન્કિંગ અનુસાર, બિલ ગેટ્સની અંદાજિત નેટવર્થ 102 બિલિયન ડોલર છે અને ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની કુલ સંપત્તિ 114 બિલિયન ડોલરથી વધુ છે.
બિલ ગેટ્સે ગયા અઠવાડિયે ગેટ્સ ફાઉન્ડેશનને તેમની સંપત્તિમાંથી 20 બિલિયન ડોલરનું દાન કર્યું હતું. આ દાન બાદ બિલ ગેટ્સનું રેન્કિંગ નીચે આવ્યું અને તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયા છે. ગેટ્સના દાનથી ગૌતમ અદાણીને ફાયદો થયો અને તેઓ ચોથા સ્થાને પહોંચ્યા.
અદાણીની નેટવર્થ એક વર્ષમાં ડબલ!!!
2021 ની શરૂઆતની સરખામણીમાં ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ બમણીથી વધુ થઈ ગઈ છે. હવે આ સંપત્તિ વધીને 112.9 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણીનો બિઝનેસ બેઝિક ઈન્ફ્રા, ઈલેક્ટ્રિસિટી, ગ્રીન એનર્જી, ગેસ, પોર્ટ સુધી ફેલાયેલો છે. ગૌતમ અદાણી ગ્રીન એનર્જીના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક બનવા માંગે છે અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર 70 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા જઈ રહ્યા છે.આ સાથે, ગૌતમ અદાણી હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે, તેમની અંદાજિત નેટવર્થ 115.6 બિલિયન ડોલર છે.
અદાણી અને અંબાણીની સંપત્તિ વચ્ચે અંતર વધ્યું!!!
લાંબા સમયથી ભારતની સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા મુકેશ અંબાણી આ રેસમાં સતત પાછળ રહી રહ્યા છે. ફોબ્ર્સ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અંબાણી-અદાણી વચ્ચેનું આ અંતર વધીને 26 બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. અંબાણીની કુલ સંપત્તિ 87 બિલિયન ડોલર છે.