જંગલ વિસ્તારના સ્થાનિકોને થશે હાશકારો
ઈકો સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા અનેકવાર સરકારમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા પરંતુ મેલી રાજનીતિના કારણેતે શકય નહોતું બની શકયું, પરંતુ હાલ રાજય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. જેમાં આશરે ૧૦ કિ.મી. સુધીની હદ ઈકો સેનસેટીવ ઝોનમાં ઘટાડવાનું નકકી કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેવાતા જ જાણે વિધ્ન સંતોષી લોકોના પગ તળે જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
રાજય સરકારે તમામ ઈકો સેનસેટીવ ઝોનની હદ ૩ કિમીથી લઈ ૨૩ કિમી સુધી ઘટાડવાનો નિર્ણય લઈ લીધો છે. હદ રાખવા માટેનું કારણ એક માત્ર એજ હતું કે, જંગલ વિસ્તાર સુરક્ષિત રહે, કોઈ વન્ય પ્રાણીઓને હેરાનગતિ ન રહે, પરંતુ વાત તો એજ સાચી છે કે વન્ય પ્રાણીઓ અને લોકો એક બીજાના પુરક છે, જયાં લોકો વસવાટ કરે છે ત્યાં જ વન્ય પ્રાણીઓને હૂફ મળતી હોય છે જેની નોંધ સરકારે લેતા, સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં વન્ય સંરક્ષણ મંત્રી ગણપત વસાવા, કૃષિમંત્રી ચિમન સાપરીયા, પ્રાણી સંરક્ષણ મંત્રી બાબુ બોખીરીયા, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ દ્વારા લોકલ લીડર્સ સાથે મંત્રણા કરી અને લોકલ પ્રતિનિધિના સુજીવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ઈકો સેનસેટીવની હદ ઘટાડવાના નિર્ણય સરકાર દ્વારા કરી લેવામાં આવ્યો છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે ગીર સેન્ચૂરી ૧૦ કિમી ઘટાડવામાં આવી છે જે માત્ર હવે ૭ કિમી સુધીની જ રહેશે. હવે રાજય સરકાર જે હદ ઘટાડવાનો નિર્ણય લીધો છે તેને હવે તેઓ કેન્દ્રીય મંત્રાલયમાં મોકલશે, જયાં ઈકો સેનસેટીવ ઝોન કમિટી દ્વારા પ્રોપોશલની ચકાસણી કરવામાં આવશે. જો પહેલાની વાત કરીએ તો સેન્ચુરી એરીયા કરતા તેની હદ વધારે હતી, જેનો હવે કેન્દ્ર સરકાર પણ અભ્યાસ કરશે. હદ ઘટાડવામાં માત્ર સ્થાનિકો જ નહી પરંતુ રાજકીય લોકો પણ ઈચ્છતા હતા. કારણકે તેમને પણ વાસ્તવિકતાની જાણ થઈ ચૂકી છે. રાજયના મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રિવાઈઝડ પ્રોપોઝલ ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. જે કેન્દ્ર સરકારને સુપરત કરશે.
આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોન હોવાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો જેનાથી લોકો અતિત્રસ્ત થઈ ચુકયા હતા. વાડીમાં વાડ પણ ઉભી કરવા સ્થાનિકોને અનેક પ્રશ્ર્નો ઉદભવીત થતા હતા તે પૂર્વે તેઓને કાંઈ પણ કરવું હોઈ પોતાની વાડીમાં તેમ છતા તેઓને કેન્દ્ર સરકારની મંજુરી લેવી પડતી હતી. આ સમય તેઓ માટે ખૂબ જ દુ:ખદ હતો. તમામ રાજકીય પક્ષોને ખબર હોવા છતા તેઓ સ્થાનિકોના પ્રશ્ર્નને આંખ આડા કાન કરતા હતા પણ સતામાં હોવાના કારણે રાજય સરકારે તમામ સ્થાનિકોના પ્રશ્ર્નને ધ્યાને લઈ ઈકો સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા તેઓ અગ્રેસર થયા.
ઈકો સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા માટેનું મખ્ય કારણ એજ છે કે વન્ય પ્રાણી અને સ્થાનિકો એક બીજાના પુરક છે. કારણકે સ્થાનિકોનું કહેવું છે કે વન્ય પ્રાણીઓ જયારે તેમના માલ-ઢોરનું મારણ કરે છે ત્યારે તેઓ પોતાની જાતને ગૌરવવંતિત માને છે. ઘણા સ્થાનિકો તો પોતાની વાડીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીનું પરબ પણ બાંધતા હોઈ છે. જે એક અકલ્પનીય વાત કહી શકાય.
ઈકો સેનસેટીવ ઝોનની હદ ઘટાડવા અનેકવાર સરકારમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા પરંતુ મેલી રાજનીતિના કારણે તે શકય નહોતું બની શકયું, પરંતુ હાલ રાજય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. જેમાં આશરે ૧૦ કિ.મી. સુધીની હદ ઈકો સેનસેટીવ ઝોનમાં ઘટાડવાનું નકકી કરવામાં આવ્યું છે. આ નિર્ણય લેવાતા જ જાણે વિધ્ન સંતોષી લોકોના પગ તળે જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.