વૃક્ષો જેટલા કપાઈ છે તેનાી બમણા વાવવા જરૂરી: વૃક્ષારોપણને મિશન રૂપે લેવું સમયની માંગ
૧૯૭૨ની ૫મી જુને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વનાં પ્રતિનિધિઓ પર્યાવરણ જાળવણી માટે કટિબધ્ધ વા એકઠા યા અને એક જાહેરનામુ બહાર પાડયું. આ પ્રયાસનાં ભાગરૂપે અને યાદગારીરૂપે સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જુનને પ્રતિવર્ષે “વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. સામાન્ય જનમાનસમાં પર્યાવરણના સુરક્ષાનાં કાર્યમાં જોડાવા પર્યાવરણ પ્રશ્ન જાગૃતતા આવે તે ઉદ્દેશ્યી આ દિવસે વિવિધ કાર્યક્રમો અને પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે.
પર્યાવરણ સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિનાં મહત્વને સ્વીકારતા વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણનાં નિયમો આજે પણ શિલાલેખોમાં પુરવા સ્વરૂપે જોવા મળે છે. પર્યાવરણ જાળવણી માટે હવા, જળ, જમીન અને અવાજ પ્રદુષણ ઘટાડવું જોઈએ. પર્યાવરણ સંરક્ષણ દ્વારા જ પુરતો વરસાદ શુદ્ધ હવા તા ભયંકર પુર નિમંત્રણ કરી શકાય.
\ચો-તરફ ફેલાયેલી લીલોતરી-લીલીછમ ધરાી જમીનનાં તળમાં રહેલ પાણીની યોગ્ય સપાટીની જાળવણી પશુ-પંખીઓનો વસવાટ વગેરે પુરતુ બની શકશે. “વધુ વૃક્ષો વાવોનું કાર્ય મિશન સ્વરૂપે હાથ ધરવું જોઈએ. પ્રામિક શાળાઓમાં નાનપણી જ બાળકોને ભવિશ્યની પેઢીને “વૃક્ષો આપણા મિત્રો છે તેનું જ્ઞાન પીરસવું જોઈએ.
વૃક્ષ જેટલા કાપવામાં આવે છે તેનાી બમણા વૃક્ષો ઊગાડવા-ઉછેરવા જોઈએ. શાળાઓમાં, ઘરમાં, મંદિરોમાં કે આસપાસની ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષોવાવીને ઉછેરવા જોઈએ. વૃક્ષો પ્રાણવાયુ ઓક્સિજનનાં જનરેટરનો છે. ૫મી જૂન વિશ્વ પર્યાવરણદિનનાં દિવસે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવી તેને ઉછેરવાનું નક્કી કરે તો વાતાવરણ શુદ્ધ, હરિયાળુ અને પ્રદુષણમુકત બનશે. વૃક્ષારોપણનાં કાર્યક્રમો શેરીએ શેરીએ મહોલ્લાઓમાં, સોસાયટી-સોસાયટીમાં યોજાય એ અપેક્ષિત છે.
ચોમાસામાં ચાર માસ દરમ્યાન સૌ લોકો જો માત્ર એક-એક વૃક્ષ વાવવાનો અને ઉછેરવાનો પણ સંક્લ્પ કરે તો પણ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ જ બનશે.
આ વસુંધરાને સુંદર બનાવવા સૌએ સહભાગી થવું રહ્યું. તથા આ ધરાને લીલીછમ-હરિયાળી બનાવવા સૌએ આગળ આવવું રહયું, આવો, આપણે સૌ સાથે મળી વૃક્ષો વાવી અને વસુંધરા બચાવીએ.