રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગૌમય ગણેશ બનાવવા અંગેનો વેબીનાર યોજાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના અઘ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના માર્ગદર્શનમાં યોજનાર આ વેબીનારમાં વકતા તરીકે ડો. ભાગ્યશ્રી ભકને (સ્વાનંદ ગોવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, નાગપુર) નીરજ ચૌધરી (બંસી ગૌધામ, કાશીપુર, ઉતરાખંડ) માર્ગદર્શન આપશે. ગોમય ગણેશ અંગેનું પ્રશિક્ષણ ડો. જીતેન્દ્ર ભકતે (સ્વાનંદ ગોવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, નાગપુર) આપશે. આ પ્રશિક્ષણ વેબીનારનું સંચાલન પુરીશકુમાર (આઇ.ટી. તથા મીડીયા રાષ્ટ્રીય કામધેનું આયોગ) કરશે. આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન મુજબનું આત્મ નિર્ભર ભારત બનાવવા તેમજ ‘ગૌમય ગણેશ’ અંગેનો આ પ્રશિક્ષણ વેબીનારમાં જોડાવવા માટે તા. ર૯ જુલાઇ બુધવારના બપોરે ૧ર થી ર કલાકે દરમ્યાન meet.google.com/ess-rrzi-imi ની લીંક પર સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનું આયોગની મીડીયા ટીમના મિતલ ખેતાણીએ વિનંતી કરી છે.
કામધેનુ આયોગ દ્વારા બુધવારે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાનો કાર્યક્રમ
Previous Article૨૯ વર્ષ બાદ રક્ષાબંધને થશે મહાસંયોગ
Next Article ફ્રાન્સથી પાંચ રાફેલ ભારત આવવા રવાના