વિદેશી દારૂ અને ઇકો કાર સહિત રૂ.૧.૬૦ લાખની માલમતા જપ્ત
મોરબી : મોરબીના લિલાપર રોડ પરથી ઇકોકારમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે પોલીસે વિદેશી દારૂ અને ઇકો કાર સહિત ૧.૬૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર ઇકો કારમાં વિદેશી દારૂ લઈને નીકળેલા (૧) લાલજીભાઇ માલાભાઇ રાઠોડ જાતે.અનુ.જાતિ ઉ.વ.૫૦ રહે.ધુટુ હરીજનવાસ મા તા.મોરબી (૨) અનસુયાબેન બાબુલાલ વ્યાસ જાતે.બ્રાહમણ ઉ.વ.૬૦ રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર સરમરીયાદાદા ના મંદીર પાસે મુળરહે.વાંકાનેર ભાટીયા સોસાયટી રાજગોર સમાજ ની વાડી થી આગળ વાળા નીકળતા પોલીસે ઝડપી લીધા હતા.
વધુમાં આરોપીઓ એ પોતાના કબ્જા ભોગવટા વાળી ઇકો કાર નંબર ૠઉં-૩-ઊછ-૭૬૫૫ માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતિય બનાવટ ની પર પ્રાન્ત ની બ્લુમુન પ્રીમીયમ બ્રાન્ડ ની ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૪ કિં.રૂ.૭૨૦૦/- તથા લેઝેન્ડ પ્રીમીયમ વ્હીસ્કી બ્રાન્ડ ની ૭૫૦ એમ.એલ.બોટલ નંગ-૯ કિ.રૂ.૨૭૦૦/- તથા કાર નંબર ૠઉં-૩-ઊછ-૭૬૫૫ ની કિ.રૂ.૧૫૦૦૦૦/મળી કુલ રૂપિયા. ૧૬૦૮૦૦/- ના મુદામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે પોલીસે ભારતિય બનાવટના પર પ્રાન્તના વિદેશીદારૂ વેચાણ કરવાના ઇરાદે હેરા ફેરી કરી એક બીજાને મદદગારી કરવા બદલ ગુન્હો નોંધ્યો છે.