પ્રદુષિત પાણીના નિકાલ માટેનો પ્રોજેક્ટ સમય મર્યાદામાં તૈયાર ન થતા નદીઓનો ભોગ લેવાયો: શુદ્ધિકરણ યોજનાની અનેક વખત માંગ થઈ પણ સત્તામાં બેઠેલા લોકોના પેટનું પાણી આજ સુધી ન હલ્યું
જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે જેમાં શહેર અને તાલુકા સૌરાષ્ટ્ર અને રાજ્યના રાજકારણમાં એક અવાજ અને તેનો પડઘો હતો, પરંતુ પહેલા કરતા વિકાસ અને ઓળખ માટેની વર્તમાન સ્થિતિ એકદમ વિપરીત બની છે, જેના અનેક ઉદાહરણોમાં જામનગર ની ઓળખ મનાતી એવી નદી પણ તેમાની એક છે.
જામનગર શહેરમાથી એકત્ર થયેલ પ્રદુષિત પાણીનો નિકાલ માટેનો પ્રોજેકટ સમય મર્યાદામાં તૈયાર ન થતા શહેરનું પ્રદુષિત પાણી યેનકેન પ્રકારે શહેર ની નદીમાં જતુ હોય છે. જો કે, મહાનગરપાલિકા ઉપરાંત ઉદ્યોગો અને સ્થાનિક લોકો દ્વારા પણ નદીને પ્રદુષિત કરતા હોવાના અનેક બનાવો સરેઆમ બનતા રહે છે જે પણ કોઈ નવાઈ ની વાત નથી
આમ નદીમાં એક યા બીજી રીતે પ્રદુષિત કરવાની સમસ્યાના કારણે બહુહેતુક આશય પણ માર્યો જાય તેમ નદીના પટમાં પણ છેલ્લા ઘણા સમયથી જબ્બરજસ્ત દબાણો થયેલ છે. જેથી તેની અસર નદીના અસ્તીત્વ તેમજ બંધારા પર થવાની ભીતી સેવાય છે. અનેક વખત નદી શુધ્ધિકરણ યોજના અમલમાં મુકવા માટે રજૂઆતો થઈ છે , જે અંતર્ગત નદીના ધોવાણને અટકાવવા પટ્ટ મોટા કરવા સિચાઈને લાભ આપવા તથા દિવાલ બનાવા પીચીંગ (પથ્થર નાંખવા) કરવા સરકાર દ્વારા જે-તે પાલિકાઓને તમામ ખર્ચ આપવા વિગેરે પ્રકાર ની માંગણીઓ પણ કરવામાં આવી છે સુજલામ સુફલામ યોજના હેઠળ થોડા તરકટો પણ ચલાવાયા પરંતુ વાસ્તવિક સ્થિતિ નજરે આજે પણ દૃશ્યમાન થાય છે જે વર્ણવે છે કે વિરોધ ને ડામવા અને લોકો ને મૂર્ખ બનાવવા ના માત્ર તરકટ જ રચાય છે. અધુરામાં પુરૃ નદીના પટ્ટ આસપાસમાં રહેતા અને વાડી વિસ્તારવાળાઓ મોટાપાયે દબાણ કરતા હોવાથી સમયાંતરે નદીનો પટ્ટ એકદમ સાંકડો થઈ રહ્યો છે. જે રોકવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયું છે. આમ લીલીછમ વાડીઓ સમ વાતાવરણ અને વિકાસશીલ મનાતા જામનગર માટે હવે થોભો અને રાહ જોવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સાથે જ તંત્ર ના ભેદી મૌન અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે.
નાગમતી નદી ભવ્ય ભૂતકાળ ધરાવે છે:
એક સમયમાં જામનગરની શાન ગણાતી ઐતિહાસિક નદી એવી નાગમતી નદી હવે જાળવણી ન થવાને કારણે ગંદા નાળામાં ફેરવાઇ ગઇ છે. જામનગર મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક સમયે જે નાગમતી નદીમાં હોડીઓ ચાલતી હતી તે નદી આજે ઉકરડામાં ફેરવાઇ ગઇ છે.
જામનગરમાં દાઉદી વ્હોરા સમાજના વિશ્વ વિખ્યાત ધાર્મિક સ્થાન એવા બદરી મઝાર સ્થળ કે જે વ્હોરાના હજીરા તરીકે ઓળખાય છે. અહીં સૈફી ટાવર છે જેની ઘડીયાળ સમય બતાવે છે પરંતુ જામનગરવાસીઓનો સમય જામનગર નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થયા પછી નઝરાણાની સાચવણીના મામલે ખરાબ આવ્યો હોય તેમ અનેક પ્રાચિન-ઐતિહાસિક ધરોહરને લુણો લાગ્યો છે. જામનગરમાં જયારે નાગેશ્વર ખાતે શ્રાવણ માસમાં સાતમ-આઠમનો લોકમેળો ભરાતો હતો ત્યારે મેળામાં આવતા લોકો નાગમતી નદીમાં ચાલતા સઢવાળા હોડકાની મુસાફરીનો પણ લુપ્ત ઉઠાવતા હતાં. ૨૫ પૈસામાં નદીની અંદર મહાલવાનો મોકો મળતો હતો આ દ્રશ્ય હવે માત્ર જુની તસ્વીરમાં કૈદ થઈ ગયું છે.
નાગમતી નદી શાસકોના પાપે ગટરમાં પરિવર્તીત ઈ ગઈ છે: જૈનબબેન ખફી
કોંગ્રેસના કોર્પોરેટર અને દંડક જૈનબબેન ખફીએ જણાવ્યું કે, જામનગર ની એક સમયની વિખ્યાત નાગમતી નદી હાલ શાસકોના પાપે ગટર માં પરિવર્તીત ઈ ચુકી છે પરંતુ એ જાડી ચામડી વાળા નેતાઓ ના પેટ નું પાણી પણ હાલતું ની સુવર્ણ અક્ષરે લખી સકે એવો આ નદી નો ઇતિહાસ છે પરંતુ વારંવાર પોતાના ખીચા ભરી શકાય અને સફાઈ ના નામે નાણા મંજૂર કરી સકે તેવા હેતુ થી શાસકો આ નદી નું નિકંદન કાઢી રહ્યા છે આશરે ૧૫ જેટલી નવી નિર્માણ પામેલી સોસાયટીઓના રહીશો આ રસ્તે થી આવન જાવન કરે છે પરંતુ મનપા ને એ કોઈ ના સ્વાસ્થ્ય ની પણ દરકાર ની ગત વર્ષે જ ડેંગ્યું ના લીધે આ સોસાયટી માં વસતા ૨ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે સો જ આ નદી ની સફાઈ ર્એ અમે ઘણી વખત રજૂઆતો કરી છે વિરોધ કર્યા છે પરંતુ આજ પણ નદીની બિસમાર હાલત આ જાડી ચામડી વાળા શાસકો ના અણધડ વહીવટનો ચિતાર રજૂ કરે છે.