મોરબી જીલ્લામા કોરોનાની સીધી અસર બાગાયતી પાકમા થઇ છે. લોકડાઉનના પગલે લીંબુના પાકનો મોટા પ્રમાણમા બગાડ થઈ રહ્યો છે. મોરબીના ચુપણી ગામના ખેડૂતો લીંબુ દિલ્હી,મહારાષ્ટ્ર, સહિતના રાજયમાં નીકાશ કરવામા આવતા હોય છે પરંતુ લોકડાઉન થતા પાકની નીકાશ બંધ થઈ છે સાથે જ પુરતા ભાવ ન મળતા હોવાથી સીઝન નિષ્ફળ જવાની શક્યતા છે.
હાલ ચાલી રહેલી કોરોના મહામારીની સીધી અસર મોરબી જીલ્લામા લીંબુના પાક પર પડી રહી છે ચુપણી ગામના લીંબુ દિલ્લી સહિત ના રાજયમાં નીકાશ કરવામા આવતા હોય છે ત્યારે લોકડાઉનને પગલે નીકાશ બંધ થતા મોટા પ્રમાણમા લીબુ બગડી રહ્યા છે.
ચુપણી ગામના ખેડુતે 35 વિઘામા લીંબુનુ વાવેતર કરયુ છે પરંતુ પાક તૈયાર થયો ત્યા લીંબુને જાણે કોરોનાનુ ગ્રહણ લાગ્યુ હોય તેમ પાકની નીકાશ જ બંધ થઇ ગઇ છે જેને પગલે લીંબુનો મોટા પ્રમાણમા બગાડ થયો છે. ગત સીજનમા લીંબુના ભાવ 20 કિલોના 2000 હજારથી 2500 જેટલા હતા પરંતુ કોરોનાના પગલે આ સીજનમા 700 થી 1000 સુધીના આવતા ખેડુતોને સીજન નિષ્ફળ જાય તેવી શક્યતા છે. વધુમાં લીંબુની સીઝન એપ્રિલ અને મે મહિનામાં જ આવતી હોય છે અત્યારે લીંબુની માંગ હોય છે પરંતુ લોકડાઉન ને પગલે લીંબુ લેવાવાળા કોઈ નથી મળી રહ્યા ખાસ કરીને આ બે મહિના બાદ ખેડૂતોને ખેતરમાંથી પણ લીંબુ ને બહાર કાઢવા માટેનો ખર્ચો માથે પડતો હોય છે