રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનુ ડી.ઇ.ઓ.,પોલીસ કમિશનર અને કલેકટરને આવેદન:રાજ્યની શૈક્ષણિક સંસઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન બનતી અઘટીત ઘટના અંગે તાત્કાલીક પગલા લેવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ
તાજેતરમાં સુરત આશાદિપ સ્કૂલમાં બનેલી ઘટના અંગે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. સુરતમાં એક શાળાના શિક્ષકને માર મારવામાં આવ્યો જે અંગે સમગ્ર રાજ્યભરની ખાનગી શાળાઓમાં તેના પડઘા પડયા છે. જે સંદર્ભે આજરોજ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજકોટ ડીઈઓ કચેરી ખાતે ડીઈઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલીકપણે આવી ઘટનાઓ ન થાય તે અંગે પગલા લેવા માંગ કરી હતી અને સાથોસાથ પોલીસ કમિશનર કચેરીએ અને કલેકટરે ઉગ્ર રજૂઆત કરી આ ઘટના વિશે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપ પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અજયભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં શિક્ષકને માર મારવાની ઘટના બની તે અમે શખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જો કે સૌપ્રથમ તો શિક્ષકે વિર્દ્યાથીને માર માર્યો તે ખૂબજ દુ:ખની વાત છે. જો કે ત્યારબાદ બે દિવસ પછી વિદ્યાર્થીના વાલીઓ સહિત ૧૫ થી ૨૦ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો. આવી અઘટીત ઘટનાઓ ભવિષ્યમાં ન થાય અને આ ઘટના સામે યોગ્ય પગલા લેવામાં આવે તે માટે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ ડીઈઓ અને પોલીસ કમિશનર તેમજ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અને આવતા દિવસોમાં આ ઘટનાને યોગ્ય ન્યાય મળે તે માટે અમે વિવિધ કાર્યક્રમો કરશું અને ઉચ્ચકક્ષાએ આ મામલે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓ સંસઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને તેમના ઉજળા ભવિષ્ય માટે માર્ગદર્શન આપતા હોય છે પરંતુ અમુક વાલીઓ દ્વારા અને અમુક સંગઠનો દ્વારા અને અસામાજિક તત્ત્વો દ્વારા તાજેતરમાં બનેલી સુરતની ઘટનાને મોટો ઈસ્યુ બનાવી સમાજમાં શૈક્ષણિક સંસઓની કારકિર્દી રોળવાના પ્રયત્નો કરતા હોય છે. સુરત શહેરની એક સ્વનિર્ભર શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીના હિતમાં તેના ભવિષ્યને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીને સમજાવવામાં આવેલ પરંતુ અમુક અસામાજીક તત્ત્વો દ્વારા શાળામાં મોટુ ટોળુ કરી ખોટુ ર્અઘટન કરી શિક્ષકને બેફામ માર મારેલ છે એ ઘટનાને અમે શખત શબ્દોમાં વખોડી કાઢી છીએ તેમજ શાળા તેમજ જાહેર એકમ હોય ત્યાં ટોળામાં ગેરકાયદેસર પ્રવેશ અને કડક ગાઈડલાઈન્સ અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવે તેવી અમારી માંગ છે અને આ ઘટનામાં શિક્ષકને યોગ્ય ન્યાય મળે તેવી અમારી માંગ છે. આજે આવેદન પાઠવવામાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, કૃષ્ણકાંત ધોળકીયા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ અજયભાઈ પટેલ, મેહુલ ભરડવા, રઘુવીરસિંહ રહેવર, જયદીપ જલુ, અજય રાજાણી, અલ્પેશ સંખારવા સહિતનાઓ ઉપસ્તિ રહ્યાં હતા.