જામનગર સમાચાર
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ચૂંટણીના પડઘમ વાગયા છે, અને તંત્ર દ્વારા ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં ઇ.વી.એમ. નું ફર્સ્ટ લેવલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાજકીય પક્ષના લોકોની હાજરીમાં ઇવીએમ મશીન નું બારીકાઈથી ચેકીંગ હાથ ધરાયું છે.
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઈ.વી.એમ. મશીનોની ચેકીંગ પ્રક્રિયાઓ ૧૪૫ દિવસ સુધી ચાલશે, અને તંત્ર દ્વારા પોલીસ તેમજ અન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ઇ.વી.એમ. અને વી.વી.પેટ નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં આ ઇ.વી.એમ. મશીનો ઉપયોગમાં લેવામાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે.