- પાલીકા દ્વારા નવા પમ્પીંગ સ્ટેશન અને હેડવર્કસ ફિલ્ટર પ્લાન સહિત કામો કરશે
ધોરાજીમાં પીવાનાં પાણીની સમસ્યા વર્ષોથી જનતા વેંઠી રહી છે. વર્ષોથી ધોરાજીમાં પીવાનું પાણી દર ચાર થી પાંચ દિવસે મળે છે. ઉનાળામાં દિવસોમા કે પાણીની લાઈનમાં ફોલ્ટ સર્જાઈ ત્યારે પાણી સપ્લાય ચાર ના બદલે આઠ થી દસ દિવસે થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઈ અબતક અહેવાલો પ્રસિધ્ધ થતાં તંત્ર એક્શન મોડમાં આવી ધોરાજીની પાણી વિતરણ પ્રશ્ને વ્યવ્સ્થા સુચારુ કરવા પ્રાદેશિક કમિશનર કચેરી માંથી અધિક કલેક્ટર ઇલાબેન ચોહાણ ધોરાજી દોડી આવ્યા હતા.
પાલિકા ખાતે ચીફ ઑફિસર જયમલ મોઢવાડીયા, વોટર વર્કસના યાસીનભાઈ કાંગડા સાથે મિટિંગ યોજી હતી.પાણી વ્યવ્સ્થા નવેસર થી દુરસ્ત કરવા ટેકસ વિભાગમાંથી અધિકારી ભાવેશ ભટ્ટ ને વિશેષ ચાર્જ આપ્યો હતો.
ચીફ ઑફિસર જયમલ મોઢવાડીયા એ જણાવ્યુ હતુ કે ધોરાજીમાં પાણી વિતરણ વ્યવસ્થા હેઠળ અમૃત યોજના અન્વયે ધોરાજી શહેરને ફોફળ ડેમથી પાણીનો પૂરતો જથ્થો પુરા ફોર્સ થી મળે તે માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન ગાંધીનગર દ્વારા ગત જાન્યુઆરીમાં 42.67 કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવેલી હતી જેમાં ફોફળ ડેમથી ધોરાજી હેડ વર્કસ સુધી આધુનિક પાણીની નવી લાઇન નાખવામાં આવશે. ગ્રેવિટી ઉપરાંત ડેમમાંથી પંપિંગ દ્વારા વધારે પ્રેશરથી પાણી પહોંચતું કરવા તેમજ હેડ વર્કસથી તમામ ઈ એસ આર સુધી એક સુધી પાણી પહોંચી શકાય તે માટેની લાઈનો અને પંપિંગ ની મશીનરીઓ ખરીદવાની તજવીજ હાથ ધરાય છે. બીજી તરફ નલ સેજલ પ્રોજેક્ટ અંતર્ગત 3.9 કરોડના કામો હાલ ચાલી રહ્યા છે જેમાં ભૂખી હેડ વર્કસ માં 20 લાખ લીટર ની નવી ઈ એસ આર નવું પંપીંગ સ્ટેશન બગીચા હેડ વર્કસ માં દસ લાખ લીટર ની નવી જીએસઆર જમનાવલ રોડ વિસ્તાર માટે પાણી વિતરણ માટેની નવી લાઈનો ના કામ ચાલી રહ્યા છે. આમ હાલ ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા સામે તેમજ અઠવાડિયે બે વખત પાણી આવતું હોય જેનાથી પ્રજા ભારે મુશ્કેલી બેઠી રહી હોય તે બાબતને ધ્યાને લઈ સરકાર એક્શન મોડમાં આવી છે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ તેમજ ધોરાજી નગરપાલિકા બંનેના પ્રયાસો હેઠળ ધોરાજી શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં અને વહેલાસર પુરા ફોર્સ મળી રહે તે માટે વ્યવસ્થાઓ થઈ રહી હોવાનું અધિકારીઓ જણાવ્યું હતું.
38 લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનું રિનોવેશન
ધોરાજી નગરપાલિકા દ્વારા 15 માં નાણાપંચ યોજના હેઠળ પાણીની વ્યવસ્થા માટે જે કામો હાથમાં લેવાયા છે તેમાં હિરપરા વાડી અને નવા ડેવલોપ થતા એરિયામાં વિતરણ વ્યવસ્થા માટે 1.87 કરોડ માં નવી ₹8,00,000 લિટરની ઈએસઆર અને વાલ્વની ચેમ્બરોની કામગીરી હાથ ધરાય છે પંપીંગ અને જોડાણ કામગીરી માટે 38 લાખના ખર્ચે ભૂખી થી નવા પંપીંગ સ્ટેશન સુધી તેમજ માથુકિયા વાડી હેન્ડ વર્ક માટે 30 લાખના ખર્ચે કનેક્શન અને મશીનરીઓ માટે ઓનલાઈન ટેન્ડરો થઈ ચૂક્યા છે ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આડત્રીસ લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ ના રિનોવેશન નું આયોજન હાથ ધરાયું છે જેની વહીવટી મંજૂરી માટે પ્રાદેશિક કચેરી ખાતે વહીવટી પ્રક્રિયાઓ મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.
તંત્રની અણઆવડતને કારણે દૂષિત પાણી વિતરણનો કોંગ્રેસનો આક્ષેપ
ધોરાજી નગરપાલિકા દ્વાર દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીના રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અણ આવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે થઈ અને મજબૂર બનવું પડે છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ એ ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર લગાવેલ આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલધા એ પણ એ વાતનો સ્વીકાર કર્યું કે ધોરાજીમાં ખરેખર દુસિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપક કરતા જણાવ્યું કે ગત ટર્મ ની અંદર માં નગર પાલિકા માં કોંગ્રેસ નું શાશન હતું અને પાણી વિતરણ વ્યવસ્થા માં કોંગ્રેસ એ કોઈ આયોજન ના કર્યું હોવાને કારણે હાલ આ પ્રજા હાલાકી ભોગવવી રહી છે .