દર્દીઓનું મનોબળ વધારવા તેમના ધર્મગુરુઓ સાથે વાત કરાવવામાં આવે છે: સગા સંબંધીઓ સાથે બે થી ત્રણ વાર વીડીયો કોલથી વાત કરાવી દર્દીનું હેલ્થ સ્ટેટસ અપાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની આ મહામારીમાં પોતાના સામાજીક ઉત્રદાયિત્વના ભાગરુપે કેમ્પસ ખાતે ઓકસીજન ફેસેલીટી સાથેની 100 બેડની હોસ્પિટલ કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે.
આ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ઝડપી સાજા થાય અને તેઓનું મનોબળ વધે એ માટે વિશેષ પઘ્ધતિ અપનાવી અને વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દર્દીઓને દિવસમાં બે વાર 10-10 મીનીટ પ્રાર્થના અને શ્ર્લોક મોબાઇલમાં સંભળાવવામાં આવે છે, ઓકસીજમાંથી સાજા થયેલ દર્દીઓ સાથે અત્યારના ઓકસીજન પર રહેલ દર્દીઓ સાથે રોજ વાતચીત કરાવવામાં આવે છે. જેથી એમને હિંમત અને મનોબળ પુરુ પાડવામાં આવે છે, દર્દીઓને તેમના ધર્મગુરુઓ સાથે દિવસમાં એકવાર વાત કરાવવામાં આવે છે અને તેમના આશીર્વાદ અપાવવામાં આવે છે, દર્દીઓના સગા-સંબંધીઓ સાથે દિવસમાં બે થી ત્રણ વાર વીડીયો કોલથી વાત કરાવવામાં આવે છે અને દર્દીનું હેલ્થ સ્ટેટસ તેઓને આપવામાં આવે છે.
હાલ 80 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. નિષ્ણાંત તબીબો સતત કાર્યરત
સૌરાષ્ટ્ર યુનિવસિટી કેમ્પસ ખાતે કાર્યરત આ હોસ્પિટલ રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્મા મોહન, એડી. કલેકટર પી.પી.પંડયા, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ તથા સર્વે સિન્ડીકેટ સભય કુલસચિવ ડો. જતીનભાઇ સોની કો. ઓડીનેટર જનકસિંહ ગોહીલ તથા ડો. રાજેશભાઇ દવેના નેજા હેઠળ સંપૂર્ણ વ્યવસ્થા કાર્યરત છે. આ કોવીડ હોસ્5િટલમાં ડો. જતીન ભટ્ટ, ડો. કવિતા ગૌસ્વામી તથા ડો. ઉમેદ પટેલ તબીબ તરીકે સેવાઓ આપી રહ્યા છે. હાલ આ હોસ્પિટલમાં 80 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.