મેટોડા જીઆઇડીસીથી ઇશ્ર્વરીયા પાટીયા સુધીની સ્રટીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા આ અંગેનો અહેવાલ ‘અબતક’ દૈનિકમાં પ્રસિઘ્ધ થયો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની કામગીરીને વેગ આપ્યો હતો. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) દ્વારા સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેવામાં આવતા ઔઘોગિક વિસ્તારમાં રોજગારી અર્થે જતા-આવતા લોકોએ રાહત અનુભવી છે.
મેટોડા GIDCથી ઇશ્વરીયાના પાટીયા સુધીના હાઇવે રોડ પરનો અંધાર પટ કયારે દૂર થશે
ગત તા.૨૪/૫ ના ‘અબતક’મા અહેવાલ છાપવામાં આવેલ કે મેટોડા જ્આઇડિસી થી ઇશ્વરીયાના પાટીયા સુધી ના અંધાર પટ ક્યારે દુર થશે પ્રજાજનોનો પાવરફુલ પ્રશ્ર્ન આ અહેવાલના પગલે તેમજ મેટોડા જ્આઇડિસી એસોસિયેશન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાને અમારા પ્રતિનિધિ દ્વારા જનતાની મુશ્કેલીની જાણ કરતા તેમને રૂડાના અધિકારીને જણાવી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ભહિાં રાજકોટ કાલાવડ રોડ ઉપર ની સ્ટ્રીટ લાઈટો રાજકોટ અબેન ડેવલપમેન્ટ (રૂડા) દ્વારા ચાલુ કરી દેવામાં આવતા મેટોડા જ્આઇડિસી ઉધૌગીક વિસ્તારમાં રોજગારી માટે જતા લોકો રાત્રે ધરે જતી વખતે અજવાળા પથરાઇ જતા આનંદ ની લાગણી અનુભવી રહેયા છે