ગ્રામજનો સાથે તોછડાભર્યુ વર્તન ભારે પડ્યું
ઉપલેટા તાલુકામાં ખીરસરા ગામે આવેલા એસબીઆઇ શાખામાં તરીકે ફરજ બજાવતા કર્મચારી ગ્રામજનો તેમજ ગ્રાહકો સાથે ગોછડાય ભર્યુ વર્તન કરતા હોય અને મન ફાવે તેવા જવાબ આપતા હોય જેથી હેડ ઓફસેથી બદલીનો આદેશ છોડવામાં આવ્યો છે.
તાલુકાના ખીરસરા અગ્રણી ચિત્રાવાડ ટીંબડી સહિત સાત ગામો વચ્ચે આવેલ ખીરસરામાં એસબીઆઇમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કે.પી. મોણપરા ગ્રાહકો સાથે તોછડાય ભર્યુ વર્તન કરતા હોય અને મનફાવે તેવા જવાબ આપતા ગ્રામજનોએ તેમના વિરુધ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો. સાત ગામના આગેવાનોના પ્રતિનિધી મંડળે અબતકની બ્યૂરો ચીફ ઓફીસે આવી વાત કરતા અબતક દૈનિકમાં કેશીયરના તોછડાય ભર્યા વર્તન મુદ્ે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેથી ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથધરી કેશીયર કે.પી. મોણપરાની ગઇકાલે જેતપુર ખાતે બદલી કરી નાખી છે.